ધોરાજીના બહારપુરા વણકર વાસ વિસ્તારમાં ગણેશ વિસર્જનનો કાર્યક્રમ રાખેલો હોય આ સમયે મોટી સંખ્યામાં યુવાનો ગણેશજીની મૂર્તિનું વિસર્જન કરવા માટે ભાદર નદી ખાતે પહોંચ્યા હતા. ગણેશ વિસર્જન સમયે ભાદર નદીમાં પગ લપસતા હિરેન મુકેશભાઈ ભાસ્કર (ઉંમર વર્ષ ૨૫) નામનો યુવક ઉંડા પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. હિરેન ભાસ્કર નામનો ધોરાજીનો યુવક ભાદર નદીમાં ડૂબી જતા તેમને બચાવવા માટે ધોરાજી નગરપાલિકા ફાયર ફાઈટર તેમજ તાલુકા પોલીસ સ્ટેશનના કર્મચારીઓ તેમજ મામલતદાર વગેરે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને યુવાનને તરવૈયા દ્વારા બહાર કાઢીને ધોરાજી સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જતા તબીબોએ મૃત જાહેર કરેલ હતો.