ગઈકાલે મર્યાદા પુરૂષો ત્તમ ભગવાનશ્રી રામનો જન્મ દિવસ દેશમાં ભક્મતિય વાતાવરણ સાથે ઉજવવામાં આવ્યો. શ્રી રામચંદ્રજી જીવનમાં મર્યાદા, ત્યાગ, સેવા અને ધર્મરક્ષાનો જીવન પધ્ધતિમાં ઉત્તમ જ્ઞાન આપે છે. કઠીન પરિસ્થિતી અડગ રહીને ધ્યેય પ્રાપ્ત કરવા આગળ વધતા રહેવું. પ્રગતિના પંથ ઉપર આગળ વધો ત્યારે શક્તિ અને ક્ષમા બન્ને ગુણો જરૂરી છે. તેને આત્મસાત કરવા રહ્યા. આજે અમરેલી જિલ્લાનાં બગસરા તાલુકાના ઘંટીયાણ ગામના સાવ સામાન્ય ખેતમજૂરોનાં પુત્રોએ હિમ્મતની ફાટ ભરીને ગામડે વ્યવસાય શરૂ કર્યા તેની સફળતાની છે. પરંતુ એ સફળતામાં સંઘર્ષ કેટલો છે એ તો બન્ને મિત્રોનાં મન જાણે છે. બ્રિજેશ ચતુરભાઈ રાદડીયા અને વિમલ રસિકભાઈ આસોદરીયા બન્ને મિત્રોની ઉંમર આશરે ર૮/ર૯ વર્ષ આસપાસ છે. પિતા સામાન્ય અને ગરીબ ખેતમજૂર એટલે જીંદગીમાં હંમેશા સંઘર્ષ જાયો હતો. સુરતમાં અભ્યાસ સાથે બન્ને મિત્રોએ ધંધો કરવાનો વિચાર કર્યો, પૈસા કયાંથી લાવવા, તેની ચિંતા કારણ કે સમાજના હાકેમો ઉપદેશ આપવા આવે છે અને હાથ પકડવા કોઈ તૈયાર થતું નથી. ગામડે પોતાના પિતાને વાત કરી અમારે ધંધો કરીને આ ગરીબાઈમાંથી તમને બહાર કાઢવા છે. હામ અને હોંસલો બન્ને મિત્રોના મજબુત, એક દિવસ સફળ બનીને દુનિયાને બતાવવું છે કે મહેનત, સચ્ચાઈથી કામ કરો તો સફળતા મળે. કોલેજના અભ્યાસના છેલ્લા વર્ષમાં સુરત ખાતે દસ બાય દસની રૂમ ભાડે રાખીને ડ્રાઈ ભાખરી બનાવવાની શરૂઆત કરી. અહિં-તહિંથી રૂ.૧૦,૦૦૦ના રોકાણ સાથે શરૂઆતમાં રોજની હાથે લોટ બાંધી ગેસ ઉપર શેકીને ૧૦ કિલો જેવી ભાખરી બનાવતા અને વેચાણ કરતા હતા. બન્ને મિત્રોને ૧૦ કિલોથી પ૦ કિલો સુધી વેંચાણ પહોંચાડવામાં ૩ વર્ષનો સમય વિતી ગયો આજે કોઈને મહેનત કર્યા વગર કમાણીની લત પડી છે. તેના માટે આ ઉત્તમ ઉદાહરણ છે. બન્ને મિત્રો વાત કરતા કહે છે. સુરતમાં અભ્યાસ સાથે ધંધો સેટ થતાં સુરતમાં મોટી જગ્યા રાખીને ધંધો થઈ શકે તેમ હતો. પરંતુ અભ્યાસ દરમ્યાન વેકેશનમાં ગામડે આવતા ત્યારે જે ધૂળમાં રમતા એ વતનની માટીમાં જ ધંધો કરવો. આજે ગામડે-ગામડે વિઘા એકના ફળીયા છે. ઓસરી બંધ મકાન છે. અને લોકો ૧૦ બાય ૧૦ની રૂમોમાં રહે છે. તેમને ખરા અર્થમાં વિચાર કરવા જેવો છે. ઘંટીયાણ આવીને બન્ને મિત્રોએ ફુડ પ્રોસેસીંગ યુનિટ ઉભુ કર્યું છે. આજે રોજની ૩પ૦ કિલોથી ૪૦૦ કિલો ડ્રાઈ ભાખરી બનાવવામાં આવે છે. ઉપરાંત ગામના ૧૦-૧ર વ્યક્તિ રોજગારી પણ આપે છે. આ છે અક્ષરજ્ઞાન અને મહેનતનું ફળ કારણ કે ખેતમજૂરના દીકરાઓ ખેતમજૂર નહિ સફળતા તરફ આગળ વધી રહ્યા છે અને રોજગારી આપી રહ્યા છે. ડ્રાઈ ભાખરી હાઈજેનીક રીતે પેકીંગ કરીને દેશનાં ૧પ રાજયોમાં વેચાણ માટે મોકલે છે. અને વેચાણ ચેનલ ગોઠવી રહ્યા છે. ઉપરાંત યુ.કે., કેનેડા, અમેરિકા, દુબઈ જેવા દેશોમાં પણ મોકલી રહ્યા છે. ડ્રાઈ ભાખરીનું ર૦૦ ગ્રામ પેકિંગ રૂ.૭૦ના ભાવથી વેચાણ કરી રહ્યા છે. ગામડાઓને બેઠા કરવા મથતા આવા આશાસ્પદ સ્ટાર્ટઅપ ધરાવતા મિત્રોને અભિનંદન આપવા ઘટે. ગામડું, ખેતી કયારેય ભાંગવાના નથી પણ તમારા બાપ-દાદાના ગામો અને જમીન સાથે તમારા સંતાનોનો પગ રહે તે જોવાની જવાબદારી સહુની છે. બ્રિજેશભાઈ રાદડીયાનો સંપર્ક નં.૭પ૬૭૧ ૧૪ર૧૪ છે.