થોડા દિવસો પહેલા ગુજરાતના અમદાવાદના એક કિસ્સાએ બધાને ચોંકાવી દીધા હતા. પતિએ પત્નીના ગુમ થયા બાદ ગુજરાત હાઈકોર્ટમાં ગુહાર લગાવી હતી. સાત મહિનાનો ગર્ભ ધરાવતી પત્ની તેની નાનપણની બહેનપણી સાથે જતી રહી હોવાના ગંભીર આક્ષેપ કરતી હેબિયર્સ કોર્પસ અરજી એક પતિ દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવી હતી. જેમાં જસ્ટિસ એ.વાય.કોગજે અને જસ્ટિસ સમીર જે.દવેની ખંડપીઠે રાજય સરકાર, શહેર પોલીસ કમિશનર, ચાંદખેડા પીઆઈ, લાપતા પત્નીની બહેનપણી સહિતના પક્ષકારોને નોટિસ જારી કરી હતી. જાકે, પરિણીતાએ પતિ પાસે પાછા ન જવાનો નિર્ણય લીધા પછી “લેસ્બિયન” મિત્ર પાસેથી સગર્ભા પત્નીની કસ્ટડી માંગતી પતિની અરજીને ફગાવી દેવામાં આવી છે.
ગુજરાત હાઈકોર્ટમાં એક પતિએ પત્નીની “લેસ્બિયન” મિત્ર પાસેથી કસ્ટડી માંગતી અરજી કરી હતી. પરંતુ પત્નીએ મહિલા મિત્ર સાથે જ રહેવાનો અને પતિ પાસે પાછા ન જવાનો નિર્ણય લીધા પછી ગુજરાત હાઇકોર્ટે આ અરજી ફગાવી દીધી છે. ચાંદખેડાના રહેવાસીએ ગયા અઠવાડિયે દાખલ કરેલી હેબિયસ કોર્પસ અરજીના જવાબમાં, શહેર પોલીસે સોમવારે આ વ્યÂક્તની પત્નીને કોર્ટમાં રજૂ કરી હતી. ન્યાયાધીશો દ્વારા પૂછપરછ પર, મહિલાએ તેના પતિ પાસે પાછા ફરવાનો ઇનકાર કર્યો અને કહ્યું કે, તે તેની મિત્ર સાથે રહેવા માંગે છે.
હાઈકોર્ટે આદેશમાં, જસ્ટિસ આઈ.જે વોરા અને જસ્ટિસ એસવી પિંટોની બેન્ચે કહ્યું, “અમે કોર્પસની ઈચ્છા જાણી લીધી છે અને તેના નિવેદન મુજબ, તેણીએ આરોપ લગાવ્યો છે કે, અરજદાર દ્વારા મહિલાને માનસિક અને શારીરિક બંને રીતે ઉત્પીડન કરવામાં આવી રહ્યું છે. તેથી જ તેણે સ્વેચ્છાથી ઘર છોડી દીધું હતું અને પ્રતિવાદી નંબર ૪ (†ી મિત્ર) સાથે રહેવાનું નક્કી કર્યું હતું. પ્રતિવાદી નંબર ૪ દ્વારા કોઈ ગેરકાયદેસર કેદ નથી. કોર્ટે વધુમાં જણાવ્યું હતું કે, “કોર્પસ દ્વારા કરવામાં આવેલા નિવેદનને ધ્યાનમાં રાખીને, આ કોર્ટનું માનવું છે કે, કોર્પસની કોઈ ગેરકાયદેસર કેદ નથી અને તેથી, કોર્પસને તેની ઇચ્છા મુજબ તરત જ મુક્ત કરવામાં આવે છે.”
અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં રહેતા પતિએ પત્ની અને તેની બહેનપણી પર લેસ્બિયન\હોમોસેકસ્યુઅલના ગંભીર અને વિચિત્ર આક્ષેપો લગાવી હાઇકોર્ટ સમક્ષ હેબિયર્સ કોર્પસ અરજી દાખલ કરી હતી. જેમા જણાવ્યું હતું કે, અરજદારના લગ્ન તેની પત્ની સાથે તા. ૯ ઓક્ટોબર ૨૦૨૨ના રોજ થયા હતા. તેઓ સુખેથી પોતાનું લગ્નજીવન જીવી રહ્યા હતા અને તેની પત્નીને સાત મહિનાની પ્રેગનન્સી પણ રહી છે. જે થોડા સમયથી ગુમ થઈ ગઈ હતી. જેથી વ્યક્તિએ અરજીમાં જણાવ્યા પ્રમાણે, તેની પત્નીના ગુમ થવા અંગેની તેની ફરિયાદો ચાંદખેડા પોલીસ રજિસ્ટરમાં દાખલ કરાવી હતી. જ્યારે તેણે તેની પત્નીને શોધવા માટે પોલીસ પર દબાણ કર્યું, ત્યારે તેમાંથી એકે તેને જાણ કરી કે તેની પત્ની બેંગલુરુમાં તેની સ્ત્રી મિત્ર સાથે છે અને તેનું નિવેદન દ્વારા રેકોર્ડ કરવામાં આવ્યું છે. તેને એવી પણ જાણ કરવામાં આવી હતી કે તેની પત્નીએ તેની પાસે પાછા ફરવાનો ઇનકાર કર્યો હતો. જાકે, પોલીસ અધિકારીએ તેને તે અંગેના પુરાવા આપ્યા ન હતા.