સાવરકુંડલાની એસ.વી. દોશી ગર્લ્સ હાઈસ્કૂલની વિદ્યાર્થીની નાજમીન ફિરોજભાઈ ઝાખરાએ અમરેલી જિલ્લામાં પ્રથમ નંબર પ્રાપ્ત કરી શાળા અને પરિવારનું નામ રોશન કર્યું હતું. આ નિબંધસ્પર્ધા નિમિત્તે વિદ્યાગુરુ ફાઉન્ડેશન – સાવરકુંડલા દ્વારા સમગ્ર અમરેલી જિલ્લામાં નિબંધ સ્પર્ધામાં ગોવિંદભાઈ ધોળકિયા ‘ડાયમંડ કિંગ’ ના સમગ્ર જીવન વિશે વિદ્યાર્થીની નાજમીન બહેને નિબંધ લખીને પૂજ્ય મોરારીબાપુ તેમજ ગોવિંદભાઈ ધોળકિયાના હસ્તે ૧૫૦૦૦ તેમજ શિલ્ડ પ્રાપ્ત કરી શાળાનું નામ રોશન કર્યું હતું.