બાબરાના ગળકોટડી ગામે વાહન અકસ્માતમાં એક પુરુષનું મોત થયું હતું. આ અંગે અરવિંદભાઈ માનસિંગભાઈ મેડા (ઉ.વ.૩૦)એ જાહેર કર્યા મુજબ, મહેન્દ્રભાઈ માનસિંગભાઈ મેડા (ઉ.વ.૨૭) તેમની એમપી ૦૯ વીયુ ૮૧૨૭ નંબરની મોટર સાઇકલ લઇને બાબરાથી ગળકોટડી ગામે જતા હતા ત્યારે સ્લીપ થઈ જતાં માથાના ભાગે ગંભીર ઈજા થઈ હતી. જેમાં તેનું મોત થયું હતું. બાબરા પોલીસ સ્ટેશનના પીએસઆઈ એ.એમ.રાધનપરા વધુ તપાસ કરી રહ્યા છે.