ગાંધીનગરમાં ગુરુવારે મોડી રાતે ચકચારી બનાવ બન્યો છે. ગાંધીનગરમાં એક આધેડે દીકરા અને પત્નીની નિર્દયીરીતે હત્યા કરી હતી. બંનેની હત્યા કર્યા બાદ પોતે પણ આત્મ હત્યાનો પ્રયાસ કર્યો છે. ગાંધીનગરના શ્રી રંગ નેનો સિટીની ઘટના છે. જેમાં દીકરા અને પત્નીનું મૃત્યુ નિપજ્યું છે, જ્યારે આધેડ સારવાર હેઠળ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, ગાંધીનગરના એક પરિવારનો માળો જાતજાતામાં વિખેરાયો છે. એક જ પરિવારના બે લોકોની હત્યા બાદ મોત નિપજ્યા છે. તો એક વ્યક્તિ સારવાર માટે ખસેડાયો છે. શ્રી રંગ નેનો સિટી વિભાગ ૧ ની ઘટના છે. જેમાં હરેશ કનુભાઈ વાઘેલા નામના શખ્સે પત્ની આશાબેન અને દીકરા ધ્રુવની હત્યા કરી હતી. જેમાં બંનેનું મોત નિપજ્યું છે.
પત્ની-દીકરાને મોતને ઘાટ ઉતાર્યા બાદ હરેશ કનુભાઈ વાઘેલાએ પોતે પણ આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. હાલ કનુભાઈ વાઘેલા સારવાર હેઠળ છે. પિતા હરેશ વાઘેલાએ દીકરાનું માથું તિજારી સાથે અથાડીને તેને મોતને ઘાટ ઉતાર્યો હતો. તો પત્ની આશાબેનને બોથડ પદાર્થથી મારી નાંખી હતી. તેના બાદ હરેશભાઈએ પોતે હાથની નસ કાપી નાંખી હતી. આ ઘટનાની જાણ થતા જ પાડોશીઓ પહોચી ગયાં હતાં.