ગાંધીનગરમાં ખાતે ગુજકોમાસોલ અને એમ.એન.જી., જોર્ડનના સંયુક્ત ઉપક્રમે ઓર્ગેનિક ખેતી પરિસંવાદ યોજાયો હતો. જેમાં ગુજકોમાસોલના ચેરમેન દિલીપભાઈ સંઘાણીએ જણાવ્યું હતું કે, દિનપ્રતિદિન બંજર બનતી દેશની વિશાળ ખેતી અને ઉત્પાદનને હવે ઓર્ગેનિક તરફ વાળવું ખુબ જ જરૂરી છે. ખેતીપાકને કુદરતી પીઠબળ પુરૂ પાડતી ટેકનિકલ ખાતર પ્રક્રિયાથી જમીન ફળદ્રુપ બને છે, જમીનનું શુધ્ધિકરણ થાય છે, રાસાયણિક ખાતર કરતા સસ્તું, વાવેતર વધે છે, વાવેતર સમયમાં ઘટાડો થાય છે તેમજ ઓછા સમયમાં બે પાક લઈ શકાય છે. પ્રગતિશિલ ખેડૂતોની વિશાળ ઉપસ્થિતીમાં સંઘાણીએ વધુમાં જણાવેલ કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ભારતને ખાતર ક્ષેત્રે આત્મનિર્ભરતાની પહેલ કરી છે સાથોસાથ ઈન્ફ્રાસ્ટ્રકચર કામગીરીથી દેશની ખેતી પ્રણાલિકા અસરકારક બનાવવા દેશની જરૂરીયાત, ઉત્પાદન અને વપરાશને ધ્યાને લઈ સંતુલીત ઓર્ગેનિક ખાતર તૈયાર કરવામાં સહીયારા પ્રયાસ અને સક્ષમ વ્યવસ્થાઓ સાથે પાકની ઉપજમાં વધારો થાય તથા કૃષિક્ષેત્રે સહકારી માળખાકીય યોજનાઓ અને ઉત્પાદનમાં આગળ વધવા તરફ ભાર મુકેલ હતો.