ગાંધીનગરમાં યોજાયેલી ખાદ્ય ખોરાક આંતરરાષ્ટ્રીય સ્પર્ધા ૨૦૨૪માં ચલાલાના વતની અને હાલ સુરત નિવાસી એડવોકેટ ભાવિકભાઈ ચંદારાણાની પુત્રી અનેરી ચંદારાણાએ પ્રતિષ્ઠિત સ્પર્ધાની ગ્રાન્ડ કેક માસ્ટર અને સુપર શેફ કેટેગરીમાં ભાગ લઈ માત્ર પોતાનું જ નહીં, પરંતુ સમગ્ર રઘુવંશી સમાજ અને ચલાલા ગામનું નામ રોશન કર્યું છે. સતીષભાઈ વિઠલાણી, સુમિતભાઈ ઠક્કર, મહેશભાઈ નગદિયા, સોનલબેન વસાણી સહિતના આગેવાનોએ અનેરીને શુભેચ્છાઓ પાઠવી હતી. વિશાલભાઈ સોઢા, લોહાણા મહાપરિષદ કારોબારી સદસ્ય પ્રકાશભાઈ કારીયા, મહેશભાઈ મશરુ સહિતના આગેવાનોએ અનેરીને ભવિષ્યમાં પણ આવી જ રીતે સમાજનું ગૌરવ વધારતા રહેવાની શુભકામનાઓ પાઠવી હતી.