ગુજરાતમાં દારૂબંધી છે. પરંતું અહી કહેવાતી દારૂબંધી છે એવું બધા જાણે છે. છાશવારે પકડાતી પાર્ટી, દારૂની મહેફિલો, દારૂના જથ્થા તેના પુરાવા આપે છે. ત્યારે આ વચ્ચે મહાત્મા ગાંધીની ભૂમિ પરથી વાયરલ થયેલો એક વીડિયો ચર્ચા જગાવી રહ્યો છે. પોરબંદર ગાંધી જન્મભૂમિમાં હાલ સોશ્યલ મીડિયામાં વાયરલ થયેલા એક વિડિઓ એ ભારે તહેલકો મચાવી દીધો હતો. ત્યારે પોરબંદર પોલીસે વાયરલ વીડિયો પર મોટી કાર્યવાહી કરી છે.
વીડિયો બનાવનાર પોરબંદરના વકિલ જગદીશ મોતીવરસે જાહેરમાં માફી માંગી છે. થોડા દિવસ અગાઉ તેમનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જાણીતા વકીલ પોરબંદરના દરીયા કિનારે ટેબલ પર દારૂની બોટલ સાથે જાવા મળ્યા હતા. વીડિયોમાં પાર્ટી કરવા માટે આમંત્રણ આપતા જાવા મળ્યા હતા. ત્યારે પોરબંદર પોલીસે વીડિયો બદલ માફી મંગાવી છે.
સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલ વીડિયોમાં એક શખ્સ દરિયા કિનારે ઉભો રહેલો જાવા મળ્યો હતો. તેની પાસે પડેલા એક ટેબલ ઉપર દારૂની બોટલ અને પાણીની બોટલ છે. ગ્લાસ રાખેલા છે. આ શખ્સ હિન્દીમાં ભાષામાં બોલી રહ્યો છે કે, મેરા પરિવાર પોરબંદર મેં એક પાર્ટી પ્લોટ લોન્ચ કર રહા હૈ, જહા રાજસ્થાન કી રેત હૈ, ગોવા કા સમંદર હૈ, માઉન્ટ આબુ કા સનસેટ પોઇન્ટ હે, ઓર ગુજરાત કી ખાનગી પાર્ટી હૈ, જિસકા મે લીગલ એડવોકેટ હું, સબ કી જવાબદારી મેરી હૈ, જગદીશ માધવ મોતીવરસ, એડવોકેટ, ગુજરાત હાઇકોર્ટ, પોરબંદર. ત્યારે આ પ્રકારનો વીડિયો સામે આવતા જ પોલીસે એક્શન લીધું હતું. પોરબંદરના શહેરના વકીલને આવું કૃત્ય કરવા બદલ માફી મંગાવી હતી.