પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ગાધકડા ખાતે એક વિશાળ સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં તાલુકા પંચાયત પ્રમુખ જીતુભાઇ કાછડીયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કે.કે. હોસ્પિટલ સાવરકુંડલાના નિષ્ણાત ડાક્ટરોએ આ કેમ્પમાં સેવાઓ આપી હતી. જેમાં ગાયનેકોલોજિસ્ટ ડા. વિજય નાકરાણી, ચર્મરોગ નિષ્ણાત ડા. હિના અને દંતચિકિત્સક ડા. માલવિકાએ દર્દીઓની તપાસ કરી હતી. પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર ડા. બલદાણીયા, ડા. રીપલ અને સુપરવાઇઝર ઉમેદભાઈ ચાંદુ સહિત PHC ગાધકડાની સમગ્ર આરોગ્ય ટીમે આ કેમ્પને સફળ બનાવવા માટે ભારે જહેમત ઉઠાવી હતી.