ગાવડકા પ્રાથમિક શાળાના ધોરણ ૩ અને ૮ના વિદ્યાર્થીઓએ તા. ૩ જાન્યુઆરી ૨૦૨૪ના રોજ ગાવડકા પોસ્ટ ઓફિસની શૈક્ષણિક મુલાકાત લીધી હતી. શાળાના શિક્ષિકાઓ કોકિલાબેન કાનપરીયા અને નિહારિકાબેન પાઠકના માર્ગદર્શન હેઠળ આ મુલાકાત યોજાઈ હતી. બ્રાન્ચ પોસ્ટમાસ્ટર કિશોરભાઈ મહેતાએ વિદ્યાર્થીઓને પોસ્ટ ઓફિસની વિવિધ સેવાઓથી માહિતગાર કર્યા હતા. બચત યોજના, સમૃદ્ધિ યોજના વગેરે યોજનાકીય માહિતી વિદ્યાર્થીઓને આપવામાં આવી હતી. રજિસ્ટર પાર્સલ અને સ્પીડ પોસ્ટની સેવાઓથી પણ વિદ્યાર્થીઓને પરિચિત કરાવ્યા હતા. આ કાર્યક્રમમાં હસમુખભાઈ રાવલનો સહયોગ મળ્યો હતો.