એશિયાની સૌથી ઊંચાઈ પર આવેલ ગિરનાર રોપવે નું સંચાલન ઉષા બ્રેકો કંપ્ની દ્વારા કરવામાં આવી રહ્યું છે. ચાર વર્ષમાં ગિરનાર રોપવે ના માધ્યમથી ૨૯ લાખથી વધુ
લોકોએ મા અંબાજીના દર્શન કર્યા છે. રોપવે કંપ્ની દ્વારા શહેર સીવાયના પ્રવાસીઓ માટે ટિકિટ દરમાં ૧૦ ટકાનો વધારો કરવામાં આવ્યો છે.ઉષા બ્રેકો કંપ્નીના જનરલ મેનેજર કુલ્બીરસિંહના જણાવ્યા મુજબ રોપવે પ્રારંભ થયાના ચાર વર્ષ બાદ પ્રથમ વખત ભાવ વધારો કરવામાં આવ્યો છે.ભારે પવન, વરસાદ અને વીજળી જેવી આબોહવાની પરિસ્થિને કારણે અનેક વખત રોપવે બંધ કરવો પડ્યો હતો.જેથી મેન્ટેનન્સ ખર્ચ પણ વધી ગયો છે.ગયા વર્ષે રોપ વેમાં લોકોને અવર-જવર માટે સરળતા રહે તે માટે પ્રતિ કલાક ૮૦૦ ના બદલે૧૦૦૦ મુસાફરોની અવર-જવરની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.
રોપવે નું સંચાલન નિયમિત રીતે ચાર વર્ષથી થઈ રહ્યું છે. દેશ વિદેશમાંથી પ્રવાસીઓ મોટી સંખ્યામાં સૌથી ઊંચાઈ પર આવેલા રોપવેની સફર માણી ખુશી વ્યક્ત કરી રહ્યા છે. છેલ્લા બે વર્ષથી રોપવે ખરાબ હવામાનના કારણે અવારનવાર બંધ રહ્યો છે. જેથી મેન્ટેનન્સ ખર્ચ વધુ છે. ઉષા બ્રેકો કંપ્ની દ્વારા જૂનાગઢ શહેરીજનો અને ડોલીવાળાઓ માટે કોઈ વધારાનો ચાર્જ આપવો પડશે નહીં. ગિરનાર રોપવેની ટિકિટ અગાઉ ૬૩૦ હતી. તે વધારીને રૂ.૬૯૯ કરવામાં આવી છે.