સમગ્ર ભારતભરમાં તથા સમગ્ર વિશ્વમાં સર્વ પ્રથમ એકમાત્ર રણછોડદાસજીબાપુ ચેરીટેબલ આંખની હોસ્પિટલ રાજકોટ દ્વારા ઉનાળાની સિઝનમાં અત્યાધુનિક કોલ્ડ (ઠંડા) ફેકો મશીન દ્વારા ટાંકા વગરનું સારા સોફ્‌ટ ફોલ્ડેબલ લેન્સ નેત્રમણી સાથે વિનામૂલ્યે ઓપરેશન કરવામાં આવે છે. ગીરગઢડાના ધોકડવા ખાતે વિનામૂલ્ય આંખના ઓપરેશનનો કેમ્પ યોજાયો હતો. આશુતોષ ફાર્મ તુલસીશ્યામ રોડ ધોકડવા ગામે આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. કેમ્પનો મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો.