ગીરગઢડામાં રહેણાંક મકાનમાં બે દિવસ પહેલા વહેલી સવારે એક સિંહ ઘૂસી જતાં રહીશોમાં અફરાતફરી મચી ગઈ હતી. જેની જાણ વન વિભાગને કરતા તાત્કાલિક સ્થળ પર રેસ્ક્યુ ટીમ પહોંચી હતી. ગીરગઢડા શહેરમાં સિંહ પરિવાર આવી ચડ્‌યો હતો. એ દરમિયાન સિંહ પરિવારમાંથી એક નાની વયનો સિંહ વિખૂટો પડી જતાં નજીકમાં પટેલપરા વિસ્તારમાં રહેતાં જીવરાજભાઈ લવજીભાઈ ઘીનીયાના રહેણાક મકાનમાં ઘૂસી જતાં અઅફરાતફરી મચી હતી. વનવિભાગની ટીમે પહોંચી મકાનમાં ઘૂસેલા સિંહની રેસ્ક્યુ કામગીરી હાથ ધરી હતી પરંતુ આ રેસ્કયુ દરમિયાન સિંહ નાસી છૂટ્યો હતો. જોકે વન વિભાગની ભારે જહેમત બાદ પણ સિંહ મકાનની બહાર નીકળી નાસી ગયો હતો. સિંહ મકાનના ફળિયામાં ઘૂસી જતાં અફરાતફરીના દ્રશ્યો જોવા મળ્યાં હતાં.