ગીર સોમનાથ જિલ્લા હોમગાર્ડ કચેરી ખાતે જિલ્લા હોમગાર્ડ કમાન્ડર વિજયભાઈ ઠાકરના અધ્યક્ષ સ્થાને એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં જિલ્લાના તમામ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાત રાજ્યના પોલીસવડા દ્વારા સમગ્ર ગુજરાતમાં સામાજિક
પ્રવૃત્તિને ડામવા અને ગુંડા તત્વો સામે સખત પગલાં ભરવાના આદેશ આપવામાં આવ્યા હતા. આ આદેશના અનુસંધાનમાં, જિલ્લા કમાન્ડર વિજયભાઈ ઠાકરે હોમગાર્ડ સભ્યોને કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે માર્ગદર્શન આપ્યું હતું.