ગીર સોમનાથ જિલ્લાના તમામ ૮ ઘટકના ૧૬ સેજાઓમાં પૂર્ણા યોજનાની સખી, સહસખી, કિશોરીઓ સાથે પોષણ ઉડાન ૨૦૨૫ની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં કિશોરીઓ દ્વારા પતંગ પર સૂત્રો લખવામાં આવ્યા હતા. તેમજ લીંબુ ચમચી, સંગીત ખુરશી, કોથળા દોડ, રીંગ ગેમ અને સ્વાસ્થ્ય-બિન સ્વાસ્થ્ય ખાદ્ય પદાર્થોની ઓળખ જેવી રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું. સેજા કક્ષાના કાર્યક્રમમાં ભાગ લીધેલી કિશોરીઓ પૈકી ૧ થી ૩ નંબર મેળવનારને ઈનામ વિતરણ પણ કરવામાં આવ્યું હતું.