ગીર સોમનાથનાં ગીરગઢડા ખાતે કોળી સમાજની વાડીમાં કેન્દ્ર સરકાર દ્વારા ગીર બોર્ડરને અડીને આવેલા ૧૯૬ જેટલા ગામોમાં સૂચિત ઈકોઝોન લગાવવા માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેની સામે ગીર પંથકમાં ખળભળાટ મચ્યો છે. ઇકોઝોન કાયદામાં કુટિર ઉદ્યોગ, લઘુ ઉદ્યોગ કે ગૃહ ઉદ્યોગ ચલાવી શકાશે નહીં. આ ઉપરાંત ખેડૂતોને એ પણ ભય છે કે, ‘ઈકોઝોન લાગતા ખેડૂતોને ખેતી કરવી મુશ્કેલ બનશે..!! વીજળી સરખી નહીં મળે. ૭/૧૨ નાં દાખલામાં પણ ઈકો ઝોનનો થપ્પો લાગી જતા વન વિભાગ પોતાની જોહુકમી કરશે તેવી ભીતિ ખેડૂતોને લાગી રહી છે. ખેડૂતોની અહીં એક માંગ છે કે સરકાર લેખિતમાં આપી દે કે ઈકોઝોન કાયદો આવતા ખેડૂતોને જંગલ ખાતા તરફથી કોઈ જ કનડગત નહીં રહે અને ખેડૂતોએ વન વિભાગની કોઈપણ પ્રકારે મંજૂરી લેવી નહીં પડે.