ગીર સોમનાથ, તા.૬
ગીર ગઢડા તાલુકા શહેરમાં ડીમોલેશન હાથ ધરવામાં આવેલ ત્યાર બાદ ગત ૪ તારીખના રોડ ઉના તાલુકાના દેલવાડા, એહમદપુર માંડવી અને નાલિયા માંડવી અને તડ ગામે આવેલ દબાણો દૂર કરવા જણાવ્યું હતું.. જેને અનુસંધાને દેલવાડા રોડ ઉપર આવેલ દબાણોમાં મુસ્લમ લોકોની આસ્થાનું કેન્દ્ર એક દરગાહ (કબર)નું બાંધકામ દૂર કરવા જણાવેલ. જેથી દેલવાડાના મુસ્લમ લોકોએ સ્વેચ્છાએ દરગાહ (કબર)નું બાંધકામ તોડી પાડ્યું હતું. ઉના તાલુકાના જિલ્લા કલેકટરે દબાણો દૂર કરવા આદેશ કર્યો હતો. દેલવાડા,અહેમદપુર માંડવી, અને નાલીયા માંડવી ગામની રોડ ઉપરનું ગેરકાયદેસર દબાણ દૂર કરવા જણાવ્યું હતું. દેલવાડાના સ્થાનિક લોકોએ પોતાના દુકાનો ઉપરના છાપરા અને દુકાન આગળના દબાણો સ્વૈચ્છીક દૂર કર્યા હતા.