ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં તાપમાન આઠ ડિગ્રી થી ઓછુ થવાની પ્રબળ શક્યતાઓ છે. કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં આઠ ડિગ્રી તાપમાન થઈ શકે છે. આગામી તારીખ ૧૨ થી ૧૮ જાન્યુઆરી સુધી રાજ્યના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ થઈ શકે છે. ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને કચ્છના કેટલાક ભાગોમાં માવઠા થવાની પ્રબળ શક્યતાઓ છે. અમદાવાદ અને ગાંધીનગરના કેટલાક વિસ્તારોમાં પણ હવામાનમાં પલટો આવશે. આ ઉપરાંત દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ક્યાંક છાંટા પણ પડી શકે છે.
ગુજરાતમાં ફરી એક વખત ઠંડીનો રાઉન્ડ શરૂ થયો છે. ઉત્તર ભારતના રાજ્યમાં ભારે હિમવર્ષાને કારણે ત્યાંના ઠંડા પવનો ગુજરાત તરફ આવી રહ્યા છે, જેને કારણે છેલ્લા બે દિવસમાં ગુજરાતનું તાપમાન ચારથી પાંચ ડિગ્રી જેટલુ ગગડ્યું છે. આ સાથે જ વહેલી સવારે ઠંડા પવન ફૂકાતા વધુ ઠંડીનો અનુભવ થાઈ રહ્યો છે. હજુ ૪૮ કલાક વાતાવરણ યથાવત્ રહેવાની સંભાવના છે. બે દિવસ બાદ ફરી બેથી ત્રણ ડિગ્રી તાપમાનના વધારા સાથે ઠંડીમાં રાહત મળશે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.
જો કે ગુજરાતમાં આગામી બેથી ત્રણ દિવસ ઠંડી યથાવત રહેશે. ત્યારપછી ક્રમશઃ ઠંડીમાં ઘટાડો થઈ શકે છે. પરંતુ આગામી બે દિવસ ઠંડી સહન કરવી જ પડશે. વહેલી સવારે ઠંડા પવન ફૂંકાતા વધુ ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. ઠંડીથી રક્ષણ મેળવવા માટે લોકો તાપણું કરી રહ્યા છે. ગુજરાતના ૭ શહેરોમાં ઠંડીનો પારો ૧૧ ડિગ્રીથી નીચે પહોંચ્યો છે.
દેશમાં ફરી એકવાર હવામાનમાં પલટો આવશે. ઘણા રાજ્યોમાં ભારે વરસાદની સાથે કરા પડશે, જેના કારણે ઠંડી વધુ તીવ્ર બનશે. પશ્ચિમી પવનો પણ ફૂંકાશે.આઇએમડીએ કોલ્ડ વેવ અને ગાઢ ધુમ્મસને લઈને એલર્ટ જાહેર કર્યું છે. ભારે વરસાદ સાથે કરા પડશે. પશ્ચિમથી ઠંડા ઠંડા પવનો ફૂંકાશે. જેથી અનેક રાજ્યોમાં કોલ્ડ વેવ- ધુમ્મસનું લેટેસ્ટ એલર્ટ છે. ગુજરાતની વાત કરીએ તો, પવનની દિશા ફરતાં ગુજરાતમાં ફરીથી ઠંડીનું જાર વધ્યું છે. ૬.૪ ડિગ્રી સાથે કય્છનું નલિયા સૌથી ઠંડુંગાર શહેર બન્યું છે. રાજકોટમાં ૮.૨ અને પોરબંદર અને અમરેલીમાં ૧૦.૬ ડિગ્રી તાપમાન પહોંચી ગયું છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં ઠંડીમાં આંશિક વધારો થઇ શકે છે. આગામી કેટલાક દિવસે ગુજરાતના અનેક વિસ્તારોમાં કડકડતી ઠંડી જોવા મળે તેવી આગાહી કરવામાં આવી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે તાપમાનમાં ઘટાડો થાય તેવી આગાહી કરવામાં આવી છે. તેમજ હાલ ઉત્તર પૂર્વથી પૂર્વના પવન ફૂંકાઈ રહ્યાં છે.
હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ અનુસાર, ઠંડીમાં સામાન્ય વધઘટ આજથી ઠંડી વધશે. સવારથી પવનો ફૂંકાયા શરૂ થયા છે. આજે સવારે રાજ્યમાં સૌથી ઓછું કચ્છના નલિયામાં ૯ ડિગ્રી તાપમાન નોંધાયું છેય ગાંધીનગરમાં ૧૩ ડીગ્રી, અમદાવાદમાં ૧૪ ડિગ્રી અને અન્ય શહેરોમાં ૧૩ થી ૧૫ ડિગ્રી સેલ્સીયસ ઉષ્ણતામાન આજે સવારે નોંધાયું છે. હવામાન ખાતાના નિર્દેશ મુજબ એક દિવસ પછી ઠંડીમાં વધારો થશે. જોકે આજે વહેલી સવારથી જ ઠંડા પવનો ફુકાવા શરૂ થઈ ગયા છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં ઠંડીમાં આંશિક વધારો થઇ શકે છે. આગામી કેટલાક દિવસે ગુજરાતના અનેક વિસ્તારોમાં કડકડતી ઠંડી જોવા મળે તેવી આગાહી કરવામાં આવી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે તાપમાનમાં ઘટાડો થાય તેવી આગાહી કરવામાં આવી છે. તેમજ હાલ ઉત્તર પૂર્વથી પૂર્વના પવન ફૂંકાઈ રહ્યાં છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર આણંદ, અરવલ્લી, દાહોદ, ડાંગ, ગાંધીનગર, જુનાગઢ, ખેડા, પંચમહાલ, રાજકોટ, સાબરકાંઠા સહિતના જિલ્લાઓમાં ૧૪ ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી શક્યતા છે. વડોદરા, નર્મદા, ડાંગ, છોટાઉદેપુર, ભાવનગર સહિતના જિલ્લાઓમાં ૧૭ ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી શક્યતા છે. આ ઉપરાંત તાપી, નર્મદા, બોટાદ, ભરૂચ સહિતના જિલ્લાઓમાં ૧૬ ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી શક્યતા છે.