અમેરિકાની એફબીઆઇએ ભારતીય નાગરિક ભદ્રેશકુમાર ચેતનભાઈ પટેલને શોધવા માટે ચાર વર્ષથી આકાશ પાતાળ એક કરી રહી છે. મૂળ ગુજરાતનો રહીશ ભદ્રેશ પટેલ એફબીઆઇની ભાગેડુઓની યાદીમાં સામેલ છે અને એક દાયકાથી ધરપકડથી બચી રહ્યો છે.
જાન્યુઆરી મહિનામાં જ સોશિયલ મીડિયા પોસ્ટમાં એફબીઆઇએ કહ્યું કે “વોન્ટેડ- હથિયારબંધ અને ખુબ જ ખતરનાક ગણાય છે! અમારા દસ મોસ્ટ વોન્ટેડ ભાગેડુઓમાંથી એકને શોધવામાં એફબીઆઇની મદદ કરો. જા તમારી પાસે પટેલ વિશે કોઈ પણ જાણકારી હોય, જે તેની પત્નીની હિંસક હત્યા બદલ વોન્ટેડ ૩૪ વર્ષનો વ્યક્તિ છે, તો એફબીઆઇનો સંપર્ક કરો.” અત્રે જણાવવાનું કે એફબીઆઇૈં ભદ્રેશ પટેલની ધરપકડમાં મહત્વની સૂચના આપનારાને ૨૫૦,૦૦૦ ડોલર (લગભગ ૨.૧૬ કરોડ રૂપિયા)નું ઈનામ આપવા માટે પણ તૈયાર છે.
ગુજરાતમાં જન્મેલો ભદ્રેશ પટેલ મૂળ વિરમગામના કાંત્રોડી ગામનો રહીશ છે. ભદ્રેશ પત્ની પલક પટેલ સાથે અમેરિકાના મેરીલેન્ડમાં એક ડોનેટની દુકાને કામ કરતો હતો. એવું કહેવાય છે કે પટેલ છેલ્લે ન્યૂયોર્ક, ન્યૂજર્સીમાં જોવા મળ્યો હતો. તેના પર આરોપ છે કે તેણે ૧૨ એપ્રિલ ૨૦૧૫ના રોજ કોઈ મુદ્દે ઉગ્ર બોલાચાલી થતા પલક પર કામ દરમિયાન અનેકવાર કોઈક વસ્તુથી હુમલો કર્યો અને તેની હત્યા કરી નાખી. આ ઘટના રાતની શિફ્ટ દરમિયાન ઘટી જ્યારે ગ્રાહકો હાજર હતા અને સીસીટીવીમાં આ ઘટના કેદ થઈ હતી. ફૂટેજમાં કપલ રસોઈ તરફ જતું જોવા મળે છે અને પછી ગાયબ થઈ ગયું.
૧૨ એપ્રિલ ૨૦૧૫ના રોજ પલકની ધારદાર હથિયારથી હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવી હતી. પત્નીની હત્યા કર્યા બાદ ભદ્રેશ ફ્લેટમાંથી પોતાની અગત્યની વસ્તુઓ લઈને નેવાર્ક એરપોર્ટ પાસે હોટલ પર ગયો હતો. ત્યારથી એફબીઆઈ તેને શોધે છે. ભદ્રેશ એક જગ્યાએથી બીજી જગ્યાએ નાસતો ફરતો હતો ત્યારથી તેનું નામ એફબીઆઈની ટોપ ૧૦ મોસ્ટ વોન્ટેડની યાદીમાં સામેલ કરાયું છે.
૨૦ એપ્રિલ ૨૦૧૫ના રોજ મેરીલેન્ડમાં એક ધરપકડ વોરન્ટ જાહેર કરાયું હતું. ભદ્રેશ પટેલ પર ફર્સ્ટ ડિગ્રી હત્યા, સેકન્ડ ડિગ્રી હત્યા, ફર્સ્ટ ડિગ્રી હુમલો, સેકન્ડ ડિગ્રી હુમલો અને ઈજા પહોંચાડવાના ઈરાદે ખતરનાક હથિયાર રાખવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. ૨૦૧૭ની એફબીઆઈની એક પ્રેસ વિજ્ઞપ્તિ મુજબ પટેલ અને તેની પત્ની પોતાના એક સંબંધીની ડોનેટની દુકાન પર રાતની શિફ્ટમાં કામ કરતા હતા. તપાસકર્તાઓનો આરોપ છે કે પટેલે ૧૨ એપ્રિલ ૨૦૧૫ના રોજ મધરાતની થોડી પળો પહેલા દુકાનના પાછલા રૂમમાં પત્નીની હત્યા કરી નાખી. તે સમયે તે ૨૧ વર્ષની હતી. પટેલે તેને અનેકવાર ચાકૂના ઘા ઝીંક્યા અને પછી પાછળના દરવાજેથી ભાગી ગયો. એફબીઆઈ પહેલા પણ ચેતવણી આપી ચૂક્્યું છે કે પટેલ સશસ્ત્ર અને ખુબ જ ખતરનાક છે. હત્યા બાદ દુકાનમાં ઘૂસેલા એક ગ્રાહકને શક ગયો કે તેનો ઓર્ડર લેવા માટે કોઈ આવ્યું નથી. તેણે પોલીસ અધિકારીને સૂચના આપી અને પછી પલકનો મૃતદેહ મળી આવ્યો. ત્યારથી ભદ્રેશ પટેલ અમેરિકામાં વોન્ટેડ છે અને ભારતમાં પણ તે વોન્ટેડની યાદીમાં સામેલ છે.
એફબીઆઈના જણાવ્યાં મુજબ તપાસકર્તાઓનું માનવું છે કે પલક ભારત પાછી ફરવા માંગતી હતી કારણ કે ઘટનાના એક મહિના પહેલા જ તેના વિઝા પૂરા થઈ ગયા હતા પરંતુ તેના પતિએ તેનો વિરોધ કર્યો. એફબીઆઈના બાલ્ટીમોર ડિવિઝનના વિશેષ એજન્ટ જાનાથન શેફરે કહ્યું કે તેની પત્ની ભારત જાય તેવું તે નહતો ઈચ્છતો. શક્્ય છે કે તેણે વિચાર્યું હોય કે પલક જા ભારત જાય અને ઘરે પાછી ફરે તો તેની બદનામી થશે.
તપાસકર્તાઓને શંકા છે કે પટેલ અમેરિકામાં દૂરના સંબંધીઓની સાથે રહે છે અને કાં તો તે કેનેડા ભાગી ગયો છે. શેફરે ૨૦૧૭ની પ્રેસ રિલીઝમાં કહ્યું હતું કે, તે કાં તો કેનેડાથી થઈને ભારત પાછો ફરી શકે છે. શરૂઆતમાં એફબીઆઇએ પટેલની ધરપકડની સૂચના આપનારાને ૧૦૦,૦૦૦ અમેરિકી ડોલરનું ઈનામ આપવાની જાહેરાત કરી હતી. જા કે જ્યારથી હમની ૧૦ મોસ્ટ વોન્ટેડની યાદીમાં સામેલ કરાયો છે તો ઈનામ વધીને ૨૫૦,૦૦૦ અમેરિકી ડોલર કરી દેવાયુ છે.
વિશેષ એજન્ટ ગોર્ડન બી જ્હોન્સને કહ્યું કે પટેલને એફબીઆઇની ટોપ યાદીમાં એટલા માટે રાખવામાં આવ્યો છે કારણ કે તેણે ખુબ જ હિંસક અપરાધ કર્યો. તેમણે કહ્યું કે, અમારા તપાસ કર્તાઓના સતત પ્રયત્નો અને જનતાની મદદથી ભદ્રેશ પટેલને પકડી લેવાશે. અમે તેને ક્્યારેય નહીં ભૂલીએ અને જ્યાં સુધી તેને પકડીને ન્યાયના ઘેરામાં ન લાવીએ ત્યાં સુધી શાંતિથી બેસીશું નહીં.