ગુજરાતમાં કડકડતી ઠંડી બાદ નવા વર્ષથી ઠંડીમાં આંશિક ઘટાડો થયો છે. ઉત્તર પૂર્વથી પૂર્વ તરફના પવન ફૂંકાવાથી મોટાભાગના જિલ્લાઓનું તાપમાનમાં ૧ ડિગ્રી આસપાસ વધારો જાવા મળ્યો છે.
ગુજરાતમાં સૌથી ઠંડુ ગણાતું નલિયામાં ૬.૪ ડિગ્રી તાપમાન સાથે ફરીથી સૌથી ઠંડુગાર બન્યું છે. અમદાવાદ ૧૫.૪ ડિગ્રી , ગાંધીનગર ૧૪.૫ડિગ્રી, ડીસા ૧૨.૧ ડિગ્રી, વલ્લભ વિદ્યાનગર ૧૫.૪ ડિગ્રી, વડોદરા ૧૬.૦ ડિગ્રી, સુરત ૧૭.૮ ડિગ્રી, ભુજ ૧૧.૪ડિગ્રી, કંડલા ૧૪.૦ ડિગ્રી, અમરેલી ૧૩.૭ ડિગ્રી, ભાવનગર ૧૫.૬ ડિગ્રી, દ્વારકા ૧૪.૮ ડિગ્રી, ઓખા ૧૮.૮ ડિગ્રી, પોરબંદર ૧૩.૦ ડિગ્રી , વેરાવળ ૧૮.૧ ડિગ્રી, રાજકોટ ૧૧.૫ ડિગ્રી, સુરેન્દ્રનગર ૧૪.૪ ડિગ્રી, મહુવા ૧૪.૬ ડિગ્રી , કેશોદ ૧૨.૯ ડિગ્રી તાપમાન રહ્યું છે.
આગામી ૨૪ કલાક દરમિયાન લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય, તેમ હવામાન જણાઈ રહ્યું છે. ૨૯ ડિસે.થી ૧૦ જાન્યુ. ૨૦૨૫ સુધી ધ્રુજાવી દેતી ઠંડી પડશે. ઉત્તરાયણ વખતે પવન સારો રહેશે, એવું અનુમાન કરવામાં આવ્યું છે. ગુજરાતમાં અમદાવાદ અને ગાંધીનગર સહિતમાં ઠંડી પડવાની શક્યતા છે. ઉ.ગુજરાત સહિત સાબરકાંઠામાં તાપમાન હજુ નીચું જઈ શકે છે. ઉ.ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ૮ ડિગ્રી તાપમાન જવાની શક્યતા છે. જાકે, ઠંડીમાં આંશિક ઘટાડો થતાં ઉત્તરાયણમાં પવન કેવો રહેશે તેની ચિંતા પતંગબાજામાં થઈ રહી છે.