વર્ષ ૨૦૧૬માં એક હિન્દી ફિલ્મ આવી હતી ઉડતા પંજાબ. જેમાં નશીલા પદાર્થોની (ડ્ઢિેખ્તજ) હેરાફેરી, ડ્રગ્સના રવાડે ચઢેલી યુવા પેઢીને બતાવવામાં આવી છે ત્યારે ગુજરાત પણ હવે ટોપ ૧૦ રાજ્યોમાં સામેલ થતાં ચિંતામાં વધારો થયો છે. રાજ્યમાં ઘણા વર્ષોથી કાયદો-વ્યવસ્થા ઉપર સખત ચાંપતી નજર રાખવામાં આવે છે તેવા દાવા કરવામાં આવ્યા છે. પરંતુ માદક પદાર્થોના વપરાશના કારણે કથળતી વ્યવસ્થા પર પોલીસ અધિકારીઓનું કૂણું વલણ દેખાઈ આવ્યું છે.
ગુજરાત રાજ્યમાં પોલીસ, કોસ્ટલ ગાર્ડ્સ તેમજ વહીવટી તંત્ર પણ નશીલા પદાર્થોનો કારોબાર રોકવા ખડે પગે રહી છે. તો બીજી બાજુ નાર્કોટિક્સ ડ્રગ્સ અને સાયકોટ્રોપિક પદાર્થોના નોંધાયેલા કેસોમાં દેશના ટોપ ૧૦ રાજ્યમાં ગુજરાત ૧૦મા નંબરે રહ્યું છે. છેલ્લા ૫ વર્ષમાં કેરળ પ્રથમ રહ્યું છે, જ્યાં ૫ વર્ષમાં ૫૫૨૫૧ કેસો નોંધાયા છે. બીજા ક્રમે મહારાષ્ટÙમાં ૫૪૯૮૪ કેસો નોંધાયા છે. જ્યારે પંજાબમાં ૫૨૫૧૩ કેસો ત્રીજા નંબરે રહ્યું છે. ચોથા નંબરે ઉત્તર પ્રદેશ ૫૧૮૪૪ કેસો નોંધાયા છે. તમિલનાડુ ૩૦૬૮૬ કેસો સાથે પાંચમા ક્રમાંકે રહ્યું છે. ગુજરાતમાં ૨૦૧૮-૨૦૨૨ સુધી ૧૭૧૮ કેસ નોંધાયા છે.
સમગ્ર દેશમાં કુલ ૩૭૭૧૮૪ કેસ નોંધાયા છે જેમાં ગુજરાતમાં ૦.૪૫ ટકા નાદક પદાર્થોના કેસો નોંધાયા છે. ગુજરાતમાં ૨૦૨૦થી ૨૦૨૩ સુધીમાં સૌથી વધુ ગાંજા ઝડપાયો છે. ૫૬૨.૯૮૮ કિલોગ્રામ જેટલો હશીશ ઝડપાયો છે. જાકે, આ પદાર્થોનો નાશ કરી દેવાયો છે. ૨૦૨૨-૨૩માં ૪૩.૪૨૬ કિલો હેરોઈન પકડાયો હતો. તો આ સમયગાળા દરમિયાન ૧૬.૯૪૨ કિલો મેફેડ્રોન ડ્રગ્સ ઝડપાયું હતું. ૩ વર્ષમાં ૭૧૭૫૪ નંગ માદક પદાર્થોની ટેબ્લેટ પણ જપ્ત કરવામાં આવી હતી