સેન્ટ્રલ ટેક્સ સત્તાવાળાઓએ ગુજરાતમાં છેલ્લા ચાર નાણાકીય વર્ષો દરમિયાન જીએસટી ચોરીના ૧૨,૮૦૩ કેસ નોંધ્યા છે અને ૧૦૧ લોકોની ધરપકડ કરી છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે મંગળવારે રાજ્યસભામાં આ માહિતી આપી. સીતારમને જણાવ્યું હતું કે, “ગુજરાતમાં, નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨ થી ૨૦૨૪-૨૫ દરમિયાન (૩૧ ઓક્ટોબર, ૨૦૨૪ સુધી), કેન્દ્રીય કર માળખા દ્વારા નોંધાયેલા જીએસટી ચોરીના કેસોની સંખ્યા ૧૨,૮૦૩ છે સીજીએસટીની કલમ ૬૯ની જાગવાઈઓ હેઠળ ૧૦૧ લોકોની ધરપકડ કરવામાં આવી છે
૩૦ ઓક્ટોબર, ૨૦૨૪ સુધી ગુજરાતમાં છેલ્લા ત્રણ વર્ષમાં જીએસટી ચોરીના કેસોની સંખ્યા અંગેના પ્રશ્નના જવાબમાં મંત્રીએ જણાવ્યું હતું કે આવા કિસ્સાઓમાં,આઇપીસી (હવે ભારતીય ન્યાય સંહિતા, ૨૦૨૩) હેઠળ ત્રણ એફઆઇઆર નોંધવામાં આવી હતી અને આ એફઆઇઆરમાં આઠ લોકોના નામ સામેલ છે.
કેન્દ્રીય મંત્રીએ માહિતી આપી હતી કે જીએસટી ચોરીના કેસોમાં સીજીએસટી એક્ટ, ૨૦૧૭ની કલમ ૬૯ ની જાગવાઈઓ હેઠળ ૧૦૧ વ્યÂક્તઓની ધરપકડ કરવામાં આવી છે. રાજ્યસભામાં એક અલગ પ્રશ્નના જવાબમાં નાણા રાજ્ય મંત્રી પંકજ ચૌધરીએ છેલ્લા પાંચ નાણાકીય વર્ષમાં જીએસટી કલેક્શનની વિગતો આપી હતી.
કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે ૨૦૨૩-૨૪માં જીએસટી કલેક્શન ૨૦.૧૮ લાખ કરોડ રૂપિયા હતું. ૨.૦૮ લાખ કરોડના રિફંડ જારી કરવામાં આવ્યા હતા. ૨૦૨૨-૨૩માં ય્જી્ની કુલ આવક રૂ. ૧૮.૦૮ લાખ કરોડ હતી અને રૂ. ૨.૨૦ લાખ કરોડના રિફંડ જારી કરવામાં આવ્યા હતા. નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨ અને ૨૦૨૦-૨૧માં ગ્રોસ કલેક્શન રૂ. ૧૪.૮૩ લાખ કરોડ અને રૂ. ૧૧.૩૭ લાખ કરોડ હતું. આ બે વર્ષમાં અનુક્રમે રૂ. ૧.૮૩ લાખ કરોડ અને રૂ. ૧.૨૫ લાખ કરોડના રિફંડ જારી કરવામાં આવ્યા હતા. ચાલુ નાણાકીય વર્ષ (એપ્રિલ-ઓક્ટોબર)માં ગ્રોસ જીએસટી કલેક્શન રૂ. ૧૨.૭૪ લાખ કરોડ હતું, જ્યારે રૂ. ૧.૪૭ લાખ કરોડના રિફંડ જારી કરવામાં આવ્યા હતા. નેટ જીએસટી કલેક્શન રૂ. ૧૧.૨૭ લાખ કરોડ રહ્યું હતું.