શિયાળાની ઠંડી વચ્ચે વલસાડ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. વલસાડ જિલ્લામાં શિયાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો છે. વિગતો મુજબ ધરમપુરના અંતરિયાળ ગામોમાં કમોસમી વરસાદ પડ્યો છે. આ તરફ ઠંડીના માહોલ વચ્ચે કમોસમી વરસાદના આગમનને લઈ જિલ્લાના ખેડૂતો ચિંતામાં મુકાયા છે. મહતનું છે કે, આ કમોસમી વરસાદની અસર સંભવિત રીતે શિયાળુ પાક ઉપર પણ થઈ શકે છે.
વલસાડ જિલ્લામાં શિયાળાની કાતિલ ઠંડીના માહોલ વચ્ચે વાતાવરણમાં પલટો આવ્યો છે. ધરમપુરના અંતરિયાળ ગામોમાં કમોસમી વરસાદનુ આગમન થયું છે. આવધા,રાજપુરી ,ગોરખડા અને મોહપાડા સહિતના ગામોમાં માવઠું પડ્યું છે. નોંધનીય છે કે, હવામાન વિભાગે જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી કરી હતી. આ તરફ આજે પણ જિલ્લામાં વાદળછાયું વાતાવરણ જાવા મળી રહ્યું છે.
નોંધનિય છે કે, રાજ્યમાં શિયાળાની ઠંડી વચ્ચે હવે માવઠાની આગાહી સામે આવી છે. વાસ્તવમાં ઉત્તર પૂર્વીય પર્વતીય વિસ્તારમાં સતત હિમવર્ષાને કારણે આગામી ત્રણ દિવસ બાદ રાજ્યમાં ઠંડી વધવાની આગાહી હવામાન વિભાગે કરી છે. આ તરફ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ વેસ્ટર્ન ડિસ્ટબન્સ સાથે કડકડતી ઠંડી અને માવઠાની પણ આગાહી કરી છે.
જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ રાજ્યના હવામાનને લઈ આગાહી કરી છે. અંબાલાલ પટેલે કહ્યું છે કે, અરબી સમુદ્ર અને બંગાળના ઉપસાગરનો ભેજ આવવાના કારણે ૬ ડિસેમ્બરથી વાદળો આવશે. જેના કારણે મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ અને સામાન્ય વરસાદ પડી શકે છે. આ ઉપરાંત ૧૫થી ૧૭ ડિસેમ્બરના રોજ વાદળછાયું વાતાવરણ તો ડિસેમ્બરના અંતમાં પણ હળવું માવઠું થવાની શક્યતા છે. અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, ૧૦થી ૧૧ ડિસેમ્બરના વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવતા ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટÙમાં ઠંડીનું જાર વધશે. આ સાથે તાપમાન ૧૧થી ૧૨ ડિગ્રીએ પહોંચી જશે. ૧૬થી ૨૦ ડિસેમ્બરના મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે.