ગુજરાતમાં શિયાળાની આકરી શરૂઆત થઈ ગઈ છે. રાજ્યમાં દિવસેને દિવસે તાપમાન ઘટી રહ્યું છે ત્યારે ઠંડીએ જોર પકડ્યું છે. શિયાળાએ તેનું સાચું સ્વરૂપ બતાવવાનું શરૂ કરી દીધું છે. રાજ્યમાં તાપમાનમાં એકાએક ઘટાડો નોંધાયો છે. ગુજરાતમાં લઘુત્તમ તાપમાન ૧૧.૮ ડિગ્રીથી ૨૧.૧ ડિગ્રી વચ્ચે નોંધાયું છે. જેમાં રાજ્યનું પાટનગર ૧૧.૮ ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે સૌથી ઠંડુ શહેર રહ્યું હતું. એકંદરે રાજ્યમાં તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે.
ગુજરાતમાં ઠંડીમાં વધારો થતાં લોકોને ઠંડીનો અહેસાસ થવા લાગ્યો છે. કડકડતી ઠંડી પડતાં જ તેની અસર લોકો પર જાવા મળી રહી છે. ગુજરાતમાં લઘુત્તમ તાપમાન ૧૧.૮ ડિગ્રીથી ૨૧.૧ ડિગ્રી વચ્ચે નોંધાયું છે. જેમાં રાજ્યનું પાટનગર ૧૧.૮ ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે સૌથી ઠંડુ શહેર રહ્યું હતું. જ્યારે ઓખામાં ૨૧.૧ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. ડીસા અને કેશોદ ૧૪.૩ ડિગ્રી તાપમાન સાથે બીજા ક્રમે રહ્યા હતા.
રાજ્યમાં તાપમાનમાં એકંદરે ઘટાડા સાથે અમદાવાદ શહેરમાં પણ ઠંડીનું જાર યથાવત છે. સવારથી સાંજ સુધી ઠંડીની અસર જાવા મળી રહી છે. તાપમાનની વાત કરીએ તો અમદાવાદમાં લઘુત્તમ તાપમાન ૧૬ ડિગ્રી નોંધાયું હતું. આગામી દિવસોમાં તાપમાનનો પારો વધુ નીચે જવાની શક્યતાઓ છે.
ઉત્તર ભારત અને ગુજરાતને અડીને આવેલા હિલ સ્ટેશન માઉન્ટ આબુ પર થયેલી હિમવર્ષાની અસર ગુજરાતમાં જાવા મળી રહી છે. માઉન્ટ આબુમાં તાપમાન માઈનસ પર પહોંચતા ગુજરાતમાં પણ તાપમાન ઘટી રહ્યું છે. આગામી દિવસોમાં ગુજરાતમાં તાપમાનનો પારો ૧૦ ડિગ્રી સુધી નીચે જવાની આગાહી હવામાન વિભાગે કરી