અમદાવાદઃ ગુજરાતમાં ફરીથી ઠંડીનો રાઉન્ડ શરૂ થયો હોય તેવો અનુભવ થઈ રહ્યો છે હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં કડકડતી ઠંડી પડે તેવી સંભાવના છે. આગામી ૪૮ કલાકમાં શીત લહેરની આગાહી કરવામાં આવી છે.ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી અનુસાર ગુજરાતના અનેક જિલ્લાઓમાં શીત લહેરની આગાહી કરવામાં આવી છે. મહેસાણા, પંચમહાલ, સાબરકાંઠામાં શીત લહેરની શક્યતા છે. જ્યારે સૌરાષ્ટÙ અને કચ્છમાં જારદાર ઠંડી પડવાની આગાહી કરી છે.
હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ પોતાની સોશિયલ મીડિયા ચેનલ પર ગુજરાતના હવામાન અંગેની આગાહી કરી છે. જેમાં તેમણે જણાવ્યું છે કે, “શનિવાર સુધીમાં ગુજરાતના કોઈપણ ભાગમાં માવઠાની શક્યતાઓ નથી. એટલે કોઈ ખેડૂત મિત્રોએ ચિંતા કરવાની જરૂર નથી. આ સાથે તેમણે જણાવ્યું કે, “બે દિવસથી પવનમાં વધારો નોંધાઈ ચૂક્યો છે. હાલ પવનની સ્પીડ સામાન્ય કરતાં વધારે ચાલી રહી છે. ૧૪થી ૧૮ કિમીની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. ૧૫ જાન્યુઆરી સુધી આ પવનની ગતિ આવી જ રહેશે. આ સામાન્યથી થોડો જ વધારે પવનની ગતિ છે એટલે આપણે કોઈ ઊંચાઈવાળા પાકને આનાથી ખતરો થાય તેવું નથી.”
આ સાથે તેમણે જણાવ્યું કે, “બે દિવસથી પવનમાં વધારો નોંધાઈ ચૂક્યો છે. હાલ પવનની સ્પીડ સામાન્ય કરતાં વધારે ચાલી રહી છે. ૧૪થી ૧૮ કિમીની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. ૧૫ જાન્યુઆરી સુધી આ પવનની ગતિ આવી જ રહેશે. આ સામાન્યથી થોડો જ વધારે પવનની ગતિ છે એટલે આપણે કોઈ ઊંચાઈવાળા પાકને આનાથી ખતરો થાય તેવું નથી.”
પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે, “એકથી બે દિવસમાં તાપમાન થોડું નીચું જઈ શકે છે અને રાજ્યના અનેક વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન સિંગલ ડિજિટમાં નોંધાશે. ઉત્તર ગુજરાતનું અમીરગઢ અને કચ્છના નલિયા જેવા વિસ્તારોમાં ૦થી બે ડિગ્રી સુધીનું તાપમાન પણ જઈ શકે છે. ૧૫ તારીખ સુધી ઠંડીનો રાઉન્ડ યથાવત રહેશે.”
હવામાન નિષ્ણાતે એમ પણ જણાવ્યું કે, “હાલ કાતિલ ઠંડી છે પરંતુ તેનાથી વધારે કોલ્ડવેવ પણ જાવા મળશે. એટલે પવનની ગતિની સાથે ઠંડીનો માહોલ પણ જાવા મળશે. તેમણે જણાવ્યું કે, “૭થી ૧૦ તારીખ સુધી સૌરાષ્ટÙ, કચ્છ અને ઉત્તર ગુજરાત જેવા વિસ્તારોમાં ઝાકળ વર્ષા જેવો માહોલ જાવા મળે તેવી શક્યતાઓ છે.” તેમણે જણાવ્યું કે, “૭થી ૧૦ તારીખ સુધી સૌરાષ્ટÙ, કચ્છ અને ઉત્તર ગુજરાત જેવા વિસ્તારોમાં ઝાકળ વર્ષા જેવો માહોલ જાવા મળે તેવી શક્યતાઓ છે.”
વલસાડના અનેક ભાગોમાં ઠંડી વધવાની આગાહી કરવામાં આવી છે. વલસાડના અનેક ભાગોમાં ઠંડી વધવાની આગાહી કરવામાં આવી છે. રાજ્યના અનેક ભાગોમાં તાપમાનનો પારો ગગડવાની સંભાવના છે. અનેક જિલ્લામાં ન્યૂનતમ તાપમાન ૮ ડીગ્રીએ પહોંચાવાની શક્યતા છે. અમદાવાદમાં ન્યૂનતમ તાપમાન ૧૨ ડિગ્રી રહેવાની આગાહી કરવામાં આવી છે.