સરકારી હોસ્પિટલમાં ખાલી જગ્યાઓ પર ડાક્ટર્સની ભરતી ટૂંક સમયમાં કરવામાં આવનાર છે. જેમાં વિધાનસભામાં ગૃહમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જાહેરાત કરી હતી. આ બાબતે તેઓએ જણાવ્યું હતું કે સરકારી હોસ્પિટલમાં ૧૯૦૦ ડાક્ટરની ભરતી કરવામાં આવશે.
આ બાબતે ઋષિકેશ પટેલે વધુમાં જણાવ્યું હતું કે રાજ્યમાં ૧૯૦૦થી વધુ ડાક્ટરની ભરતી કરવામાં આવનાર છે. જેમાં વર્ગ-૧ની ૧૧૦૦થી વધુ જગ્યા ભરાશે. અને વર્ગ-૨ની ૮૦૦ જગ્યા ભરવામાં આવશે. ઉલ્લેખનિય છે કે છેલ્લા ઘણા સમયથી ઉમેદવારો દ્વારા ગાંધીનગરમાં આ ભરતીને લઇ દેખાડા કરવામાં આવ્યા હતા. આ આંદોલનમાં મોટી માત્રામાં ઉમેદવારો જાવા મળ્યા હતા.ત્યારે ગાંધીનગર ખાતે સરકરના વિરોધમાં દેખાડા કરવામાં આવતા પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી. જેમાં યુવાનોને ટીંગાટોળી કરીને લઇ જવામાં આવ્યા હતા. જાકે છેલ્લા ઘણા સમયથી કરવામાં આવેલ ભરતીની આ માંગને સરકારે છેવટે સાંભળી હતી.