ભારતના નાણામંત્રી નિર્મલા સીતારમણે મંગળવારે સતત સાતમી વખત કેન્દ્રીય બજેટ રજૂ કર્યું, જે એક નવો રેકોર્ડ છે. આ બજેટમાં શિક્ષણ, રોજગાર, કૃષિ, મહિલા સશક્તિકરણ અને યુવા વિકાસ પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે. ગુજરાત પ્રદેશ ભારતીય જનતા યુવા મોરચાના અધ્યક્ષ મનીષ સંઘાણીએ આ બજેટને આવકાર્યું અને તેના વિવિધ પાસાઓની પ્રશંસા કરી છે. ગુજરાત પ્રદેશ ભારતીય જનતા યુવા મોરચાના પ્રમુખ મનીષ સંઘાણીએ ૨૩ જુલાઈના રોજ નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા રજૂ કરાયેલા બજેટ ૨૦૨૪નું સ્વાગત કર્યું. તેમણે કહ્યું કે આ બજેટ શિક્ષણ, રોજગાર, ખેડૂતો, મહિલાઓ અને યુવાનો સહિત દેશના તમામ વર્ગોના કલ્યાણ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. બજેટની મુખ્ય જોગવાઈઓમાં કરદાતાઓ માટે રાહત, મુદ્રા લોનની મર્યાદામાં વધારો, યુવાનો માટે ઇન્ટર્નશિપ કાર્યક્રમ, મહિલાઓ માટે વિશેષ યોજનાઓ અને કૃષિ ક્ષેત્રે નોંધપાત્ર રોકાણનો સમાવેશ થાય છે. કરવેરા માળખામાં ફેરફાર કરવામાં આવ્યા છે. આમ આ બજેટને પ્રજાલક્ષી અને દુરંદેશી ગણાવતા મનીષ સંઘાણીએ આવકાર્યું છે.