ફીટ ઈન્ડિયા, ગુજરાત માસ્ટર્સ એથ્લેટિક ચેમ્પિયનશીપ સ્પર્ધા ૨૦૨૪ નડિયાદ મુકામે યોજાઈ હતી. આ સ્પર્ધામાં કોડીનાર તાલુકાના ૩ ખેલાડીઓએ ગોલ્ડ અને લોંગ જમ્પ સ્પર્ધામાં સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો હતો. કોડીનારનું ગૌરવ વધારવા બદલ પરિવાર અને ગામલોકોએ અભિનંદન પાઠવ્યા હતા. કોડીનાર તાલુકાના નવઘણભાઈ દાહીમા ઉ.૬૭, મનોજભાઈ મોરી ઉ.૫૧ (હાલ ઓખા) અને નરસિંહભાઈ જાદવ ઉ.૬૭, જેમાં નવઘણભાઈએ ૨૦૦ મીટર દોડમાં ગોલ્ડ અને લોંગ જમ્પમાં સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો હતો. મનોજભાઈએ ૫૦૦૦ મીટર ઝડપી ચાલમાં સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો હતો. જ્યારે નરસિંહભાઈએ બરછી ફેંક સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો હતો.