દેશમાં ચુંટણીઓની ફરી થયેલી મૌસમ વચ્ચે હવે શાસનમાં મહત્વની ભૂમિકા ભજવતા રાજયપાલો અને ઉપરાજયપાલોમાં બદલવાની તૈયારી છે. ગુજરાત સહિતના રાજયપાલોની નિયુક્તની મુદત પુરી થઈ છે. જો કે રાજયપાલો તેમની મુદત બાદ પણ જયાં સુધી રાષ્ટ્રપતિ બીજા આદેશ ન કરે ત્યાં સુધી પોતાના હોદા પર ફરજ બજાવી શકે છે.પણ બદલાયેલ રાજકીય ચીત્રમાં જમ્મુ-કાશ્મીરમાં કેન્દ્ર સરકાર હવે લેફ.ગવર્નર મનોજ સિન્હાને યથાવત રાખે છે કે પછી આ રાજયમાં ભાજપ માટે ‘ભૂમિ’ તૈયાર કરનાર રામ માધવને હવે જમ્મુ-કાશ્મીરની જવાબદારી સોપાઈ શકે છે. જમ્મુ-કાશ્મીરમાં કેન્દ્રશાસીત પ્રદેશ બન્યો છે અને ઉપરાજયપાલને અનેક મહત્વની સતાઓ અપાઈ છે.
તેથી નવી ઉમર અબ્દુલ્લા સરકાર માટે શાસનમાં રાજયપાલને સાથે રાખવા ફરજીયાત થઈ જશે અને રામ માધવએ રાજયના રાજકારણ અને ત્રાસવાદ સહિતના મુદે ખુબ જ જાણકાર છે. ભાજપ લાંબાગાળાના આયોજનની જવાબદારી રામ માધવને સોપી શકે છે. આ ઉપરાંત ગુજરાતના રાજયપાલની પણ મુદત પુરી થઈ છે. તેઓ ૨૦૧૮-૧૯થી રાજયપાલના પદ પર છે અને મુદત પણ પુર્ણ થઈ છે.
આ વચ્ચે મધ્યપ્રદેશ, ઉતરાખંડના રાજયપાલ પણ બદલાઈ જશે તો કેરળમાં આરીફ મોહમ્મદ ખાનને પણ બદલાવવાની ચર્ચા છે અને હવે મહારાષ્ટ્ર અને ઝારખંડની ધારાસભા ચુંટણી બાદ આ ફેરફાર થશે કે પહેલા તેના પર નજર છે. ભાજપ આ ઉપરાંત ચુંટણી ટિકીટ નહી મેળવનારા ત્રણ થી ચાર નેતાઓને રાજયપાલ બનાવી શકે છે.