ગુજરાતની એમ.એસ.એમ.ઈ. ઇકો સિસ્ટમને મજબૂત કરવાની દિશામાં આયોજિત ‘ગુણવત્તા યાત્રા’ અમરેલી પહોંચી હતી. અમરેલી ખાતે ઉદ્યોગ અગ્રણીઓ, અધિકારીઓ અને ગુણવત્તાસભર નિષ્ણાતોને એકસાથે લાવી સર્વસમાવેશક અને ટકાઉ ઔદ્યોગિક વિકાસનો માર્ગ ચીંધવામાં આવ્યો હતો. અમરેલી ખાતે બે ટેક્નિકલ સેશનની શ્રેણીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેશનમાં હેલ્થકેર, શિક્ષણ અને એમ.એસ.એમ.ઈ. જેવા ક્ષેત્રોમાં ક્વોલિટી કાઉન્સિલ આૅફ ઇન્ડિયા દ્વારા સ્થાપિક ગુણવત્તાયુક્ત પ્રક્રિયાઓ અને વ્યવસ્થાઓ અંગે મોહિત સિંહ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. એમ.એસ.એમ.ઈ. માટે કાર્યકારી ઉત્કૃષ્ટતા ચલાવવા માટે ક્યુસીઆઇ દ્વારા ઓફર કરવામાં આવતી એન.એ.બી.એલ. લેબોરેટરી માન્યતા અંગે ડા. ભૂમિ રાજ્યગુરુ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. એમ.એસ.એમ.ઇ. માટે ઝેડ.ઇ.ડી. અને લીન પ્રમાણપત્રો વિશે જગત પટેલ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડના અધિકારી પિયૂષ ગેડિયા દ્વારા મુખ્ય નિયમનકારી અનુપાલન વિશે વિગતો આપવામાં આવી હતી. ઔદ્યોગિક સલામતી નિયમો અંગે યોગેશ ગોવાણીએ અને રાજ્ય સરકારની એમ.એસ.એમ.ઇ. માટે યોજનાઓ અને તેના લાભો વિશે અમરેલી જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના એમ.એચ. જેતપુરાએ માર્ગદર્શન આપ્યુ હતું.