ગોંડલમાં વિવિધ સ્થળોએ અલ્પેશ કથીરિયાની મુલાકાતનો વિરોધ થઈ રહ્યો છે. ગોંડલના લોકોએ વિવિધ સ્થળોએ બેનરો લગાવ્યા છે. આશાપુરા ચોકડી પાસે ગણેશ જાડેજાના સમર્થકો વિરોધ કરતા જોવા મળી રહ્યાં છે. અલ્પેશ કથીરિયા પર જાતિવાદી માનસિકતા હોવાનો આરોપ લગાવતા બોર્ડ વિવિધ સ્થળોએ લગાવવામાં આવ્યા છે. અલ્પેશ કથરિયા અને જીગિશા પટેલ મંદિરે દર્શન કરવા પહોંચ્યા હતા ત્યારે અક્ષર મંદિરની બહાર ગ્રામજનોએ કાળા વાવટા અને બેનરો લઈ વિરોધ કર્યો હતો. ગણેશ ગોંડલના સમર્થકો કહેતા જોવા મળ્યા છે કે આ ગોંડલ નથી, આ મિર્ઝાપુર છે.

અલ્પેશ કથીરિયાના સમર્થકો પણ ગોંડલ પહોંચ્યા હતા. હાલ બંને જૂથો વચ્ચે વિરોધ જોવા મળ્યો છે. સામે આવી રહ્યું છે કે સમર્થકોએ અલ્પેશ કથીરિયા પર હુમલાનો પ્રયાસ કર્યો છે.  ખાસ વાત એ છે કે ગણેશ જાડેજાના પડકારને સ્વીકાર્યા બાદ, અલ્પેશ કથીરિયા આજે ગોંડલ આવ્યા છે. ગણેશ જાડેજાએ તેમને પડકાર ફેંક્યો હતો કે જો તેમનામાં હિંમત હોય તો તેમણે ગોંડલ આવીને બતાવવું જાઈએ. જેના જવાબમાં અલ્પેશ કથીરિયાએ પોતાનો ગોંડલ પ્રવાસ નક્કી કર્યો છે. જેમાં તેઓ સમગ્ર ગોંડલનો પ્રવાસ કરવાના છે. હાલ પાટીદાર નેતાની ગાડી પર કાચ તોડી નાખવામાં આવ્યા છે.

સૂત્રો મુજબ, ગણેશના સમર્થકો કથિરિયા જ્યાં પણ જશે ત્યાં કાળા ઝંડા લહેરાવીને વિરોધ કરવાની યોજના બનાવી રહ્યા છે. જેના કારણે અથડામણ થવાની શક્્યતા રહે છે. આ બાબતને ધ્યાનમાં રાખીને, પોલીસે રીબડાથી ગોંડલ આશાપુરા ચોકડી અને ત્યાંથી ગોંડલના મુખ્ય ચોક સુધી ૧ ડીએસપી, ૧૯ પીઆઇ સહિત ૧૫૫ પોલીસકર્મીઓને તૈનાત કર્યા છે.