ગોંડલના જાણીતા રામજી મંદિર ખાતે પરમ પૂજ્ય મહંત શ્રી જયરામદાસજી મહારાજની અધ્યક્ષતામાં રામનવમી કાર્યક્રમ ભવ્યાતિભવ્ય રીતે ઉજવવામાં આવ્યો હતો. જેમાં કળશ સ્થાપના, શ્રી રામચરિત માનસજીના પાઠ, રામ જન્મોત્સવ, શ્રી રામ વિવાહ, ગુરુદેવશ્રી હરિચરણદાસજી મહારાજની ૧૦૩મી જન્મજયંતિની રંગેચંગે ઉજવણી થઇ હતી. રામનવમીના દિવસે શ્રી રામયજ્ઞ, મહાઆરતી તેમજ રામ જન્મોત્સવ ભક્તિ ભાવ સાથે ઉજવાયો હતો. આ તકે સંતો-મહંતો, મહાનુભાવો, સમાજ શ્રેષ્ઠીઓ, ગુરુભાઈઓ બહેનોએ મોટી સંખ્યામાં આરતી તેમજ દર્શનનો લાભ લીધો હતો. દેશ-વિદેશથી ગુરુભાઈઓ પણ મહાઆરતીમાં ઉપસ્થિત રહ્યા હતા.