ગોંડલમાં ગત સાંજે સંગ્રામસિંહ હાઈસ્કૂલના મેદાનમાં હનુમાનજી મંદિર પાસે ત્રણ શખ્સો દ્વારા ભગવતપરામાં રહેતા સગીરને ધોકા વડે બેરહેમ માર મારી વચ્ચે પડેલા તેના પિતા તથા માતાને પણ માર મારતા ઇજાગ્રસ્ત સગીરને સારવારમાં ખસેડાયો હતો. બનાવ અંગે બી ડીવીઝન પોલીસમાં  ફરિયાદ નોંધાઈ છે. બીજી બાજુ સગીરને માર મારવાની ઘટનાને લઇને રોષીત બનેલા પાટીદાર સમાજે પ્રાંત અધિકારીને આક્રોશ સાથે આવેદનપત્ર પાઠવી ચોવીસ કલાકમાં આરોપીઓને ઝડપી પાડવા રજૂઆત કરી છે અન્યથા રાજકોટ એસપી તથા કલેકટર કચેરીએ મોરચો લઇ જવા ચીમકી અપાઇ છે.