ગોંડલ શહેર ખાતે ગત ૧૮મી માર્ચના રોજ પાટીદાર સમાજના સગીરને ધોકા વડે બેરહેમીથી માર મારવામાં આવ્યો હતો. સમગ્ર મામલે સગીરના પિતા દ્વારા ગોંડલ સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે મયુરસિંહ ઝાલા સહિત ત્રણ જેટલા શખ્સો સામે ફરિયાદ પણ નોંધાવવામાં આવી છે. આ ઘટનાને લઈને પાટીદાર સમાજમાં રોષ વ્યાપી ગયો છે. ત્યારે આ મામલે હવે પૂર્વ કેન્દ્રીય મંત્રી અને રાજકોટના સાંસદ પરસોત્તમભાઈ રૂપાલાનું નિવેદન સામે આવ્યું છે. મીડિયા સાથેની વાતચીતમાં રૂપાલાએ જણાવ્યું કે, ‘આ મામલે અમારા આગેવાનો ગોંડલ ગયા હતા. આ ઘટનામાં કાયદો કાયદાનું કામ કરે તેવું મારું માનવું છે. ગોંડલ ખાતે સામાજિક સૌહાર્દ અને શાંતિનું વાતાવરણ બની રહે તે જરૂરી છે.’ ખોડલધામ ટ્રસ્ટના પ્રવક્તા હસમુખ લુણાગરીયાએ જણાવ્યું કે, ‘સગીર સાથે જે કંઈ પણ બન્યું છે તે ખૂબ જ દુઃખદ છે. નિર્દોષ ઉપર અમાનવીય કૃત્ય આચરવામાં આવ્યું છે.