ગોંડલ સંપ્રદાયના જૈન હૃદય સમ્રાટ પૂજ્ય શ્રી ધીરગુરુદેવ ૩૬ વર્ષ બાદ સાવરકુંડલામાં પધારતા સ્થાનકવાસી જૈન સંઘ દ્વારા પૂજ્ય ગુરુદેવનું ભવ્ય સામૈયુ કર્યું હતું. જેમાં સાવરકુંડલાની બજારથી ઉપાશ્રય સુધી ગુરુદેવનું સ્વાગત કરેલ, પૂજ્ય ગુરુદેવે માંગલિકમાં જણાવ્યું કે જીવનની મધુરતા માટે ચિંતા નહીં ચિંતન કરો, વ્યથા નહીં વ્યવસ્થા કરો, જોયા કરો અને જતું કરવાની શીખ આપી હતી.