ગોંડલ તાલુકાના જામવાડી ગામ ખાતે એક અનોખો પ્રસંગ જોવા મળ્યો હતો. ગામમાં ૩૦ વર્ષથી સરપંચ તરીકે સેવા આપતા પ્રફુલભાઈ ટોળીયાના સુપુત્ર ચિ. લેરીશના લગ્ન પ્રસંગે તેમના નજીકના મિત્ર રમેશભાઈ રૂપારેલીયા દ્વારા ભેટ સોગાત તરીકે એક છ માસની વાછરડી (ગીર ગાય) આપવામાં આવી છે. પ્રફુલભાઈ ટોળીયા પોતે પણ ગીર ગાયનું નિયમિત જતન કરે છે અને રમેશભાઈ રૂપારેલીયા પણ તેઓ સાથે નજીકની મિત્રતા ધરાવે છે તે અંતર્ગત ગીર ગાયની વાછરડીનું દાન કરવા બદલ ટોળીયા પરિવારમાં હર્ષની લાગણી ફેલાઈ છે.