લીલીયાના ગોઢાવદર પ્રાથમિક શાળાના પૂર્વ પ્રિન્સિપાલ કરમશીભાઇ રામજીભાઇ ભુવાએ તેમનો ૮૦મો જન્મદિવસ અનોખી રીતે ઉજવ્યો હતો. તેમણે તેમની પત્ની સાથે શાળા અને આંગણવાડીના નાના ભૂલકાઓ તેમજ લીલીયા ગર્લ્સ સ્કૂલની બાલિકાઓ સાથે આ ખાસ દિવસની ઉજવણી કરી હતી. જન્મદિવસની ઉજવણીમાં તેમણે બાળકોને લાઈવ ઢોકળાનો વિશેષ નાસ્તો કરાવ્યો હતો. આ પ્રસંગે સ્કૂલના વર્તમાન આચાર્ય વર્ષાબેન જોશી અને જે.પી.ભાસ્કર, ધવલકુમાર જોષી સહિત સ્કૂલ સ્ટાફે તેમને શાલ અને પુષ્પગુચ્છ અર્પણ કરી શુભેચ્છાઓ પાઠવી હતી. કાર્યક્રમમાં વાણિજ્ય અને વિનયન કોલેજના આચાર્ય રાઠોડ, વિજયભાઇ ગજેરા, ગોકળબાપા, ભરતભાઈ વિંઝુડા અને વિપુલ દાદા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.