(એ.આર.એલ),અમદાવાદ,તા.૬
અમદાવાદનાં ગોતા ઓગણજ રોડ પર આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડની વસંતનગર ટાઉનશીપમાં વીર સાવરકર ૧ નાં બ્લોકના ૧૬૦૦ ઉપર મકાનનાં રહીશોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. જેમાં બ્લોકમાં આવેલ વોટર પમ્પનું કનેક્શન બિલ ન ભરતા જીઈબી દ્વારા વીજ કનેક્શન કાપી નાંખતા સમસ્યા સર્જાવા પામી હતી. પમ્પનું વીજ કનેક્શન કાપી નાંખતા બે દિવસથી રહીશો ૧૩ માળ નીચે ઉતરી પામી ભરવા મજબૂર બન્યા હતા.આ સમગ્ર બાબતે ચેરમેને નિવેદન આપ્યું હતું કે મેઈન્ટેન્સનાં અભાવે અને સોસાયટી પાસે નાણાંનાં અભાવે બિલ ન ભરી શકતા કનેક્શન કપાયાનું ચેરમેન દ્વારા નિવેદન આપ્યું હતું. ૭૫ લાખ ઉપરનું વીજ બિલ ન ભરતા કનેક્શન કાપી નાંખવામાં આવ્યું હતું. તેમજ ૨૦૨૩ થી બાકી વીજ બિલમાં અગાઉનાં ચેરમેન નાણાં ચાઉ કરી ગયાનાં આક્ષેપ પણ લગાવ્યા હતા.તો પ્રજાએ બીજાનાં વાંકે અને એડવાન્સ મેઈન્ટેન્સ ભર્યા છતાં કેમ હેરાન થવું પડી રહ્યું છે. તેવા સવાલ ઉઠ્યા છે. લાઈટ બિલ ન ભરતા વીજ કનેક્શન કપાતા પાણી માટે નોકરિયાત વર્ગ, મહિલા, સિનિયર સીટીઝન, બાળકો તમામ લોકોએ સવારથી પાણી ભરવા લાઈનમાં ઉભા રહેવું પડે છે. પાણી બંધ થતા પીવા અને વાપરવાનાં પાણી માટે સમસ્યા સર્જાઈ છે. કેટલીક મહિલા ઘરનાં કપડા ધોવા નીચે કંપાઉન્ડમાં પંપ પાસે કામે લાગી હતી. ત્યારે સ્થાનિકોએ સમસ્યાનો હલ લાવવા માંગ કરી હતી.