નીટ પરીક્ષા કૌભાંડમાં દેશભરમાં પરીક્ષાર્થીઓના વિરોધ બાદ સીબીઆઇને તપાસ સોપવામાં આવી છે. સીબીઆઇની ટીમ ગુજરાત સહિત દેશના અન્ય રાજ્યમાં તપાસ કરી રહી છે. ગોધરાની જય જલારામ સ્કૂલમાં મેડિકલ માટે મહ¥વની ગણાતી નીટ પરીક્ષામાં વિદ્યાર્થીઓના પાસ કરાવવાના કૌભાંડનો પર્દાફાશ થયો હતો.સીબીઆઇએ આ કેસમાં ૮ હજાર પાનાની ચાર્જશીટ રજૂ કરી છે. સીબીઆઇએ આરોપીઓના વકીલને પેનડ્રાઇવમાં ચાર્જશીટની નકલ આપી છે.
મળતી માહિતી અનુસાર સીબીઆઇના ૬ અધિકારીઓ દ્વારા ગોધરાના સર્કિટ હાઉસ ખાતે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. ત્રણ દિવસથી સીબીઆઇના અધિકારીઓએ નીટ કૌભાંડમાં ગોધરામાં ધામા નાખ્યા છે. કેસને લગતા વ્યક્તિઓને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા. સીબીઆઇ દ્વારા અત્યાર સુધી છ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આગામી સમયમાં દ્ગઈઈ્‌ કૌભાંડમાં કેટલાક ચોકાવનારા ખુલાસા થઇ શકે છે.
ગોધરા નીટ કૌભાંડમાં ૫ સૂત્રધાર સામે સીબીઆઇએ સ્પેશ્યલ કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી છે. દેશભરમાં ચકચાર જગાવનારા નીટ પરીક્ષા કાંડમાં ગોધરાનું પરીક્ષા કેન્દ્ર પણ ચર્ચામાં આવ્યું હતું. ગોધરાની જય જલારામ સ્કૂલના સેન્ટરમાં નીટની પરીક્ષામાં ચોરી કરાવવાના આયોજનની તપાસ ઝ્રમ્ૈં પોલીસ મથકે આરોપીઓ સામે આઇપીસીની કલમ ૧૨૦ (બી), ૪૦૯, ૪૨૦, ૪૭૭છ, ૫૧૧, ૨૦૧ અને ૭(છ), ૮,૧૨ કલમો હેઠળ ફરિયાદ નોંધાઇ હતી.
સીબીઆઇએ તપાસ હાથ ધરતા આરોપી તુષાર ભટ્ટ, પરશુરામ રોય,આરીફ વોરા, વિભોર આનંદનો કબજા લીધા બાદ જયજલારામના સંચાલક દીક્ષિત પટેલની ધરપકડ કરી હતી. સીબીઆઇ દ્વારા નીટ પરીક્ષાની તપાસ કરીને તમામ આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા.
સીબીઆઇએ તપાસ કરીને ૫ આરોપીઓ સામેની ચાર્જશીટ સીબીઆઇની સ્પેશ્યલ કોર્ટમાં ફાઇલ કરી હતી. જય જલારામ સ્કૂલના સંચાલક દીક્ષિત પટેલ સામે હજુ ચાર્જશીટ રજૂ થઇ નથી તેમજ કોર્ટ દ્વારા ૫ આરોપીઓના
વકીલને પણ ચાર્જશીટની કોપી આપી હતી જેમાં સીબીઆઇ દ્વારા અલગ અલગ આરોપીઓની ૮૦૦૦થી લઇને ૩૫૦૦ પેજની ચાર્જશીટ ડિજિટલ સ્વરૂપે પેન ડ્રાઇવમાં આપવામાં આવી છે.