(એચ.એસ.એલ),ગોધરા,તા.૩૦
ગોધરામાં ચાલુ કોર્ટે ન્યાયાધીસને લાંચ આપવાનો પ્રયાસ કરતા સનસનાટી મચી ગઈ છે. એન્ટી કરપ્શન બ્યુરોમાં મહીસાગરના વીરપુર તાલુકાના સરાડીયા ખાતે રહેતા આરોપી બાપુભાઈ ધીરાભાઈ સોલંકી (૫૪) વિરૂધ્ધ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. ગોધરા કોર્ટમાં આરોપી વિરૂધ્ધ કેસ ચાલતો હતો જેના ઝડપી નિકાલ માટે તેણે ન્યાયાધીશને ચાલુ કોર્ટમાં લાંચની ઓફર કરી હતી.
તેણે ન્યાયાધીશને કવરમાં ભારતીય ચલણી નોટો આપવાનો પ્રયાસ કર્યો હતો. આ અંગે લેખિતમાં ફરિયાદ કરવામાં આવતા ઓફરમાં આપવાની રૂ. ૩૫,૦૦૦ ભરેલુ કવર કબજે કરવામાં આવ્યું હતું. તે સિવાય આરોપીનો મોબાઈલ પણ કબજે કરવામાં આવ્યો છે. પંચમહાલ એસીબી પોલીસ આ અંગે વધુ તપાસ કરી રહી છે.