ધારી તાલુકાના ગોપાલગ્રામ મુકામે સુતરીયા પરિવાર દ્વારા પિતૃ મોક્ષાર્થે આયોજીત શ્રીમદ્ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું હતુંં. જ્ઞાનયજ્ઞમાં કથા શ્રવણ કરતાં અમરેલીના સાંસદ ભરતભાઈ સુતરીયા, ધારી-બગસરા વિસ્તારના ધારાસભ્ય જે.વી. કાકડીયા, ચલાલા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ હિંમતભાઈ દોંગા, ધારી માર્કેટયાર્ડના વાઈસ ચેરમેન હર્ષદભાઈ રાવલ, વિપુલ ભટ્ટી તેમજ ગામના આગેવાનો શંભુભાઈ વાડદોરીયા, બાબુભાઈ, ગોબરભાઈ ગજેરા, ડો. વાળા, સુતરીયા પરિવાર વતી મગનભાઈ સુતરીયાએ ઉપસ્થિત મહેમાનનું સ્વાગત અભિવાદન કર્યું હતું.