ઘાંટવડમાં ચંદ્રમોલેશ્વર મહાદેવના મંદિરે તાજેતરમાં આયોજિત આઠ દિવસીય સપ્તાહ દરમિયાન, ઘાંટવડ, નગડલા અને સુગાળા ગામના આગેવાનો અને સ્વયંસેવકોએ સાથે મળીને કાર્યક્રમનું આયોજન કર્યું હતું. સમસ્ત મુસ્લિમ સમાજના આગેવાનો અને યુવાનોએ વ્યાસપીઠ પર બિરાજમાન વક્તા રાધે ક્રિષ્ના બાપુનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. તેઓએ બાપુને ફૂલહાર પહેરાવીને તેમનું સન્માન કર્યું હતું અને તેમને શાલ ઓઢાડી હતી. એટલું જ નહીં, મુસ્લિમ સમાજે આ ધાર્મિક કાર્યક્રમમાં રૂ.૫૧૦૦ ની નોંધપાત્ર રકમનું દાન પણ અર્પણ કર્યું હતું. આ પ્રસંગે ઘાંટવડ ગામના સરપંચ રફીકભાઈ મહેતર, મુસ્લિમ સમાજના પૂર્વ પ્રમુખ ઈકબાલ સેલોત, હાજી ભાઈ સેલોત, યુનુસ ભાઈ સેલોત, પત્રકાર શબ્બીર ભાઈ સેલોત, પંચાયત સદસ્ય અલ્તાફ સાયલી, ગફાર ભાઈ ઓખાઈ, અશરફ ભાઈ વલીયાણી,  યુસુફ ભાઈ સેલોત અને અન્ય ઘણા નામી-અનામી મુસ્લિમ આગેવાનો અને યુવાનો ઉપસ્થિત રહ્યા હતા.’