આધાર કાર્ડ આજના સમયમાં એક મહત્વપૂર્ણ દસ્તાવેજ બની ગયો છે. ઘણી સરકારી યોજનાઓ અને સેવાઓનો લાભ લેવા માટે આધાર કાર્ડ હોવું ખુબ જરૂરી છે. ઘાંટવડ અંદાજીત ૧૨૦૦૦ જેટલી વસ્તી ધરાવતુ ગામ છે અને ગરીબ મધ્યમ વર્ગના લોકો વસવાટ કરે છે. હાલ સરકાર દ્વારા ફાર્મર રજીસ્ટ્રી તથા રાશનકાર્ડ કેવાયસી અપડેટ ચાલુ હોય તેથી, આધાર કાર્ડમાં મોબાઈલ નંબર લિંક તથા નામ સુધારા વધારા જેવી અનેક સમસ્યા છે તેથી અનેક લોકો કેવાયસીથી વંચિત રહી ગયા છે. તેથી ઘાંટવડ ગામમાં આધાર કાર્ડનો કેમ્પ રાખવા ઘાંટવડ ગામના ઉપસરપંચ નટવર સિંહ ઝાલા દ્વારા કલેકટરને રજૂઆત કરવામાં આવી હતી.