ચણાની ખેતી પધ્ધતિઃ
જમીનની તૈયારીઃ જે ખેડૂતોને ચણાનું વાવેતર કરવાનું છે તેઓએ ધ્યાન રાખવું કે સારી ભેજસંગ્રહ શકિત ધરાવતી, કાળી અથવા મધ્યમ કાળી કાંપવાળી જમીનમાં ચણા ખૂબ જ સારા થાય છે. આમ છતાં ગોરાડુ અને રેતાળ જમીનમાં પણ આ પાક વાવી શકાય છે. જયાં ખારા ભૂગર્ભજળનું સ્તર બહુ ઊંચું ન હોય અને જમીન ખારી ન હોય ત્યાં ચણા થાય છે. બિનપિયત વિસ્તારોમાં ચોમાસા પછી જેમ જેમ પાણી સુકાતું જાય તેમ તેમ ચણાની વાવણી કરવામાં આવે છે. આવા વિસ્તારોમાં વાવણી વખતે બીજ ૧૦ થી ૧૫ સે.મી. ઊંડે ભેજમાં પડે એ ખૂબ જરૂરી છે. પિયત વિસ્તારમાં હેકટરે ૧૦ ટન છાણીયું ખાતર નાખીને દાંતી, રાંપ, સમારથી જમીન તૈયાર કરવી.
વાવણીનો સમયઃ નવેમ્બરનાં પ્રથમ પખવાડીયા દરમ્યાન પિયત ચણાની જાતોનું વાવેતર કરવું. બિનપિયત ચણાની જાતોનું વાવેતર ઓકટોબરના છેલ્લા અઠવાડીયાથી કરી શકાય.
બીજનો દર અને અંતરઃ બે ચાસ વચ્ચે ૩૦ થી ૪૫ સે.મી.ના અંતર મુજબ હેકટરે ૬૦ કિલો પ્રમાણે ચણા વાવવા. જા મોટા દાણાવાળી ગુજરાત-૨ અને ગુજરાત-૩ જેવી જાતો વાવવી હોય તો હેકટરે ૭૫ થી ૮૦ કિલોનું પ્રમાણ રાખવું. જરૂર કરતાં વધારે અંતરે વાવવાથી છોડની વાનસ્પતિક વૃÂધ્ધ થાય છે અને છોડ મોટા અને ઊંચા વધી જાય છે.
બીજ માવજતઃ વાવણી વખતે પહેલા ફૂગનાશક દવા અને પછી રાઈઝોબિયમ કલ્ચરનો પટ આપવો. રોગ સામે રક્ષણ માટે એક કિલો બિયારણમાં ૩ ગ્રામ મુજબ ફૂગનાશક દવા કાર્બેન્ડાઝીમ ૧ ગ્રામ અને થાયરમ ૨ ગ્રામ અથવા ટ્રાયકોડર્મા વીરીડી ૪ ગ્રામ અને વાયટાવેશ ૧ ગ્રામ પ્રમાણે બિયારણને દવાનો પટ આપવો. આ દવાથી સુકારા જેવા બીજજન્ય અને જમીનજન્ય રોગો સામે રક્ષણ મળે. પાનજન્ય રોગ સામે રક્ષણ મળે છે. રાઈઝોબિયમ એ એક જાતના બેકટેરિયાનું નામ છે, જે હવામાં રહેલ નાઈટ્રોજનનું જમીનમાં સ્થાયીકરણ કરવાની શક્તિ ધરાવે છે. રાઈઝોબિયમ નામના બેકટેરિયા દરેક કઠોળ વર્ગની વનસ્પતિના મૂળ ઉપર જાવા મળતી ગાંઠોમાં રહે છે. જે હવામાં રહેલ મુકત નાઈટ્રોજનનું સ્વરૂપ બદલીને છોડને સીધો ઉપયોગ કરી તેને લભ્ય સ્વરૂપમાં ફેરવવાની અદ્ભૂત શક્તિ ધરાવે છે. આ પ્રવૃત્તિ વધારવા એફ-૭૫ નામનું રાઈઝોબિયમ કલ્ચર વાપરવું. આ કલ્ચર ૨૦૦ ગ્રામના પેકેટમાં મળે છે. એક પેકેટમાંથી ૮ થી ૧૦ કિલો બીજને માવજત આપી શકાય છે.
રાસાયણિક ખાતરઃ ચણાને વાવણી વખતે એક જ ડોઝ ખાતરનો આપવો. પાયાના ખાતર તરીકે હેકટરે ૨૦ કિલો નાઈટ્રોજન, ૪૦ કિલો ફોસ્ફરસ અને ૨૦ કિલો ગંધક વાવણી પહેલાં ચાસમાં આપવો. ચણાના મૂળમાં રાઈઝોબિયમ જીવાણુંની
પ્રવૃત્તિ ૨૧ દવસોમાં શરૂ થાય છે, તેથી છોડ
પોતે જ હવાનો નાઈટ્રોજન વાપરવાની શક્તિ મેળવી લે છે. ચણાને આ કારણથી
પૂર્તિ ખાતરની જરૂર નથી. ઘણા ખેડૂતો પિયત ચણામાં પૂર્તિખાતર તરીકે યુરીયા આપે છે. જેથી ખોટો ખર્ચ થાય છે. ઉપરાંત તેનાથી નુકસાન થાય છે. આ વધારાનું નાઈટ્રોજન આપવાથી છોડની વધુ પડતી વાનસ્પતિક વૃધ્ધિ થાય છે. આવા છોડમાં ફૂલો પણ મોડાં બેસે છે. તેથી ચણામાં પૂર્તિ ખાતર કયારેય ન આપવું. જૂનાગઢ કેન્દ્ર દ્વારા ચણાના પાક ઉપર ખેડૂતોના ખેતર પર ગોઠવેલા નિદર્શનોના પરીણામો એવું બતાવે છે કે ચણામાં ફૂલ અવસ્થાએ તથા
પોપટામાં દાણા બંધાતી વખતે ૨% યુરીયાનો છંટકાવ કરવામાં આવે તો બિનપિયત વિસ્તારમાં ઉત્પાદન ૮ થી ૧૦ ટકા વધે છે.
પિયતઃ ઘેડ અને ભાલ ઉપરાંત ચરોતરની કયારી જમીનમાં ચોમાસા બાદ જે ભેજ સંગ્રહાયેલો હોય છે, તેનો ઉપયોગ કરીને જ બિનપિયત ચણા લેવામાં આવે છે. આમ છતાં જયાં પાણીની સગવડ હોય ત્યાં પિયત આપવાથી ઉત્પાદન ખૂબ વધારે મળે છે. પિયત વિસ્તારમાં ઓરવાણ કરીને ચણા વાવ્યા પછી પહેલું પાણી આપવું. આ પછી ડાળી ફુટવાના સમયે એટલે કે ૨૦ દિવસો પછી બીજું પાણી આપવું. ત્રીજું પાણી ૪૦ થી ૪૫ દિવસે કૂલ બેસતી વખતે અને ચોથું પાણી ૬૦ થી ૭૦ દિવસે પોપટા બેસતી વખતે આપવું. આમ ચણામાં ડાળી ફૂટતી વખતે, ફૂલ અને પોપટા બેસતી વખતે એમ ત્રણ કટોકટીની અવસ્થાએ પિયતની ખાસ જરૂરિયાત હોય છે. આ સમયે પાણી આપવાથી પાણીનો યોગ્ય ઉપયોગ અને આર્થિક ફાયદો થાય છે. ચણાનો પાક જયારે પિયત હેઠળ લેવામાં આવે છે ત્યારે તેને ધઉંના પાકની જેમ વધારે પિયત આપવા નહી. ખુબ જ ટુંકા ગાળે પિયત આપવાથી છોડની વાનસ્પતિક વૃધ્ધિ વધુ થાય છે અને ફુલ તથા પોપટા મોડા આવે છે અને સ૨વાળે ઉત્પાદન ઓછુ આવે છે.
નિદણ અને આંતરખેડઃ જરૂર મુજબ આંતરખેડ અને નિંદણથી ખેતર ચોખ્ખું રાખવું. આ રીત સૌથી ફાયદાકારક માલુમ પડે છે, જા પિયત ચણામાં હાથ નિંદામણથી પહોચી શકાય તેમ ન હોય તો વાવેતર બાદ તુરંત એટલે કે ચણા ઉગતા પહેલાં
પેન્ડીમીથાલીન (સ્ટોમ્પ ૧૦ લિટર પાણીમાં ૫૫ મિ.લિ.) નામની દવા હેકટરે એક કિલો (સક્રિય તત્વ) મુજબ ૫૦૦ થી ૬૦૦ લિટર પાણીમાં ભેળવી છાંટવાથી નિંદણનું સારૂં નિયંત્રણ થાય છે.
પાક સંરક્ષણ ઃ
૧. સુકારો (વીલ્ટ)ઃ બીજ અને જમીન બન્ને મારફત ફેલાતા આ રોગ પાકની કોઈ પણ અવસ્થા દરમ્યાન જોવા મળે છે. પાકની શરૂઆતમાં કે પાછલી અવસ્થાએ છોડ ઉભા સુકાય છે. થડ ચીરતા ઉભી કાળી-કથ્થાઈ લીટીઓ જાવા મળે છે. રોગ આવતો અટકાવવા માટે રોગ સામે પ્રતિકાર ધરાવતી જાતનું રોગમુકત બિયારણ વાવવું. વાવતા પહેલા બીજને ફૂગનાશક દવાનો પટ આપવો. ચણા પછી બાજરી કે જુવારની પાક ફેરબદલી અને દિવેલાનો ખોળ હેકટરે એક ટન આપવાથી આ રોગની તીવ્રતા ઘટે છે. જમીનમાં રહેલી ફૂગનો નાશ ન થાય ત્યાં સુધી આ રોગ નાબુદ કરવો મુશ્કેલ હોવાથી એક ને એક પડામાં દર વર્ષે ચણા ન લેતાં જમીન ફેરબદલી કરવી હિતાવહ છે.
૨. સ્ટન્ટ વાયરસ રોગઃ આ રોગ વાયરસથી થાય છે. જેનો ફેલાવો એફીડ એટલે કે મશી નામની જીવાતથી થાય છે. ગુજરાતમાં આ રોગનું પ્રમાણ વધતું જાય છે. ઠંડી ઓછી પડે તો આ રોગ જાર પકડે છે. પાન તાંબાવરણા અને જાડાં થાય છે. ડાળીઓ અને છોડ ટૂંકા થઈ જાય છે. ફાલ બેસતો નથી કે ઓછો બેસે છે. છોડ નબળો પડવાથી સુકારાનો ભોગ બની જાય છે. આ રોગને કાબુમાં રાખવા માટે તેનો ફેલાવો કરતા વાહક મોલોમશીનું નિયંત્રણ કરવું પડે છે.
ચણાની જીવાતોઃ ચણામાં મુખ્યત્વે લીલી ઈયળનો ઉપદ્રવ વધુ જાવા મળે છે. જે પાન, કૂણી કૂંપળો અને પોપટા કોરી ખાય છે. એના નિયંત્રણ માટે સંકલિત જીવાત નિયંત્રણ અપનાવવું. જેમાં ઉનાળામાં ઉંડી ખેડ કરવી. ફેરોમોન ટ્રેપ મુકવા (વીઘે-૧), પક્ષીઓને બેસવાનાં આધાર મુકવા. રાસાયણિક નિયંત્રણમાં પ્રોફેનોફોસ ૨૦ મિ.લિ. અથવા મોનોક્રોટોફોસ ૧૨ મિ.લિ.અથવા ફેનવાલેરેટ ૧૦ મિ.લિ. અથવા આલ્ફામેથ્રીન ૫ મિ.લિ. દવા ૧૦ લિટર પાણીમાં ભેળવી ફૂલ બેસે ત્યારે અને પછી ૧૫ દિવસ બાદ ફરીથી છંટકાવ કરવો.
જીવાત નિયંત્રણઃ દક્ષિણ સૌરાષ્ટ્રના ખેત આબોહવાકીય વિસ્તારના ખેડૂતોને ચણાના પાકમાં લીલી ઈયળના અસરકારક અને અર્થક્ષમ નિયંત્રણ માટે પ્રોફેનોફોસ ૭૫૦ ગ્રામ સક્રિય તત્વ (૧.૫ લિ./હે.) નાં ત્રણ છંટકાવ અથવા વારાફરતી લીંબોળીના મીજના પાવડરનો ૫ ટકા અર્ક, બીટી ૧.૦૦૦ કિ.ગ્રા./હે. અને પ્રોફેનોફોસ ૭૫૦ ગ્રામ સક્રિય તત્વ (૧.૫ લિ./હે.) ના છંટકાવ પાકની ૫૦ ટકા ફુલ અવસ્થાએ શરૂ કરી દશ દિવસના અંતરે છાંટવાની ભલામણ કરવામાં આવે છે.