ચલાલામાં યુગ નિર્માણ ગાયત્રી પરિવાર ટ્રસ્ટ સંચાલિત ગાયત્રી સંસ્કાર વિદ્યાલય ખાતે તારીખ ૨૬/૧૧/૨૦૨૪ના રોજ બંધારણ દિવસની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. જેમાં બાળકોને દેશના બંધારણ વિષે માહિતી આપવામાં આવી હતી અને ચિત્ર સ્પર્ધા યોજાઇ હતી. વિજેતા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. પૂ. ડો. રતિદાદાએ બાળકોને આશીર્વાદ પાઠવ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનવવા સંસ્થાના ડાયરેકટર ભારતભૂષણ મહેશભાઈ મહેતા, આચાર્ય શીતલબેન મહેતા અને સમગ્ર સ્ટાફે જહેમત ઉઠાવી હતી.