ચલાલા સમસ્ત રઘુવંશી સમાજ દ્વારા તા. ૨૯ એપ્રિલ, ૨૦૨૫ ને મંગળવારના રોજ પૂજ્ય મૂળીમાના મંદિરે તેમની પુણ્યતિથિની ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. પુણ્યતિથિ નિમિત્તે સવાર-સાંજ મહાઆરતી, પૂજન, સાંજે મહિલા સત્સંગ, સમૂહ જ્ઞાતિ ભોજન પ્રસાદ અને રાત્રીના ૦૯ઃ૦૦ કલાકે જલારામ ધૂન સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાશે. આ કાર્યક્રમને સફળ બનાવવા સમસ્ત રઘુવંશી સમાજના ભાઈઓ અને બહેનો ભારે જહેમત ઉઠાવી રહ્યા છે. ચલાલાના સમસ્ત રઘુવંશી સમાજ દ્વારા આ કાર્યક્રમોમાં સહભાગી થવા જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં રઘુવંશી સમાજનાં ભાઈઓ, બહેનો તેમજ આગેવાનો ઉપસ્થીત રહેશે.