યુગનિર્માણ ગાયત્રી પરિવાર ટ્રસ્ટ ચલાલા દ્વારા આયોજિત સમૂહલગ્નના સફળ આયોજનની ઉજવણીના ભાગરૂપે ભવ્ય લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ડાયરામાં અરવિંદ બારોટ અને કાનજી ભુટા બારોટના પ્રપૌત્ર અભિરાજ બારોટે દુહા છંદ અને લગ્નગીત ગાઈને રંગત જમાવી હતી અને સમગ્ર ડાયરાનું સંચાલન ગોપાલ બારોટ દ્વારા કરવામાં આવ્યું હતું. લોકસાહિત્ય, હાસ્ય અને ભજનોનો ત્રિવેણી સંગમ માણી પધારેલા એનઆરઆઈ સહિતના લોકો અભિભુત થયા હતા. ડાયરામાં પધારેલ મહેમાનો માટે ચા-નાસ્તાની પણ સારી વ્યવસ્થા કરવામાં આવી હતી અને કાર્યકર્મનું સંચાલન શીતલબેન મહેતા અને મહેશભાઈ મહેતા દ્વારા કરવામાં આવ્યું હતું.