ચલાલા ગામે આવેલ પટેલ વાડી ખાતે સુમિત ફાઉન્ડેશન અને અમરેલી જિલ્લા પોલીસ સુરક્ષા સેતુ સોસાયટીના સંયુકત ઉપક્રમે બ્લડ ડોનેશન મેગા કેમ્પ યોજાયો હતો. આ કેમ્પમાં ધારાસભ્ય જે.વી. કાકડીયા, મહાવીરબાપુ, ધારાસભ્ય કૌશિકભાઈ વેકરીયા, તેમજ રતી દાદા ડોકટર સહિતનાં આગેવાનો અને વેપારીઓ, મહિલાઓ દ્વારા બ્લડ ડોનેશન કરવામાં આવ્યું હતું.