ચલાલાની પટેલ વાડીમાં આજે સુમિત ફાઉન્ડેશન (જીવરાજદાદા ફાઉન્ડેશન) દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ધારાસભ્ય જે.વી. કાકડીયાના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કેમ્પનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જેમાં ચલાલાના અગ્રણી દાન મહારાજ જગ્યાના લઘુમહંત મહાવીર બાપુ અને સુમિત ફાઉન્ડેશનના સભ્યો, યુવાનોએ સ્વૈચ્છિક રક્તદાન કેમ્પમાં ભાગ લીધો હતો.